Not Set/ ૩૧ ડીસેમ્બર/ દારૂની લે-વેચ કરતા ઈસમો સામે લાલ આંખ, જાણો કયાંથી મળ્યો મોટી માત્રામાં દારૂ..? 

કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે? ડિસેમ્બરમાં રાજ્યમાં સૌથું વધુ દારૂ ખાનગી રાહે પ્રવેશે છે. સરકાર ગમેતેટલી બડાઈ હાંકે પરંતુ ગુજરાતીઓએ તો નક્કી જ કર્યું છે ૩૧ ડીસેમ્બર એટલે દારૂ વિના અધુરી  જાણે… તો પોલીસે પણ આવા નબીરાઓ સામે લાલ આંખ કરીને બેઠી છે. 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી […]

Ahmedabad Gujarat
વીજ નિગમ 2 ૩૧ ડીસેમ્બર/ દારૂની લે-વેચ કરતા ઈસમો સામે લાલ આંખ, જાણો કયાંથી મળ્યો મોટી માત્રામાં દારૂ..? 

કોણ કહે છે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે? ડિસેમ્બરમાં રાજ્યમાં સૌથું વધુ દારૂ ખાનગી રાહે પ્રવેશે છે. સરકાર ગમેતેટલી બડાઈ હાંકે પરંતુ ગુજરાતીઓએ તો નક્કી જ કર્યું છે ૩૧ ડીસેમ્બર એટલે દારૂ વિના અધુરી  જાણે… તો પોલીસે પણ આવા નબીરાઓ સામે લાલ આંખ કરીને બેઠી છે.

31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં પણ ખાસ કરીને દારૂની લે વેચ કરતા ઈસમો સામે લાલ આંખ કરી છે. રામોલમાં ગાડીમાં ખાનગી રીતે છુપાવીને દારૂની ડિલીવરી કરતા ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી.

31મી ડિસેમ્બરે રાજ્યમાં સૌથું વધુ દારૂ ખાનગી રાહે ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે સીટીએમથી જુહાપુરા તરફ જતી બોલેરો ગાડીમાં દારુ હોવાની બાતમીને આધારે રામોલ પોલીસે ગાડીમાં ખાનગી રીતે છુપાવેલા દારૂની બોટલો સાથે ચાર યુવકોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, નારોલથી સીટીએમ અને સીટીએમથી જુહાપુરા જતી બોલેરો ગાડીમાં સીટની નીચે તેમજ ગાડીની ઉપરના હુડમાં 204 જેટલી દારૂની બોટલ છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હતી.  દારુનાં જથ્થા સાથે પોલીસે દારૂની હેરાફેરી કરતાં 4 શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે આ ચારેય બુલટેગર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દારુ કેટલા સમયથી લાવવામાં આવી રહ્યો હતો. આ જથ્થા સિવાય અગાઉ કેટલો જથ્થો લવાયો છે તેમજ  કેટલો અન્ય જથ્થો આવવાનો છે. વિગેરે તપાસ પોલીસે શરુ કરી છે.

આ ઉપરાંત આ માલ કોણે મંગાવ્યો હતો અને કોનાં દ્વારા મોકલવામાં આવ્યો છે. તેમજ અન્ય કોણ આ દારુની હેરાફેરી સાથે સંકળાયેલા છે. વિગેરે નગે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવવી છે.

બોલેરો ગાડી તેમજ એક લાખની દારૂ સહિતનો બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.