ધરતીકંપ/ બનાસકાંઠામાં 4.1ની તીવ્રતાનોભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-૩માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે

Gujarat
Untitled 261 બનાસકાંઠામાં 4.1ની તીવ્રતાનોભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ભયનો માહોલ સર્જાયો

ગુજરાતની ધરા ફરી એકવાર ભુકંપથી ધણધણી ઉઠી છે. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. સુરત, ભરૂચ અને વલસાડમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. લોકો ભયના કારણે ઘરની બહાર નીકળી ગયા  હતા. સદનસીબે કોઈ જાનહાની જોવા મળી નથી.

આ પણ વાંચો ;કોરોના કેસમાં વધારો / રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૫ કેસ નોધાયા

ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-૩માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન -પમાં આવે છે. ત્યારબાદ ભૂકંપ ઝોન ૪ મા સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન ૩ માં બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે. જિલ્લામાં નોંધાતા ધરતીકંપના આંચકા અંગેની માહિતી ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફી સેન્ટર ખાતેથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ આવે તે બાદ તેના આફટર શોક નોંધાતા હોય છે. જેની તીવ્રતા ઓછી હોય છે.

આ પણ વાંચો ;રાજકોટ /  શહેરમાં અનેક જગ્યાએ ઈંડાની રેંકડીઓ પર કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરાઈ