ગુજરાત/ રાજ્યમાં કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાયા, કુલ પ.૬૮ કરોડ ડોઝ ગુજરાતમાં અપાયા

સમગ્ર રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરની વયના ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના ૪ કરોડ ૩૯ હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝથી તા.ર૦ સપ્ટેમ્બર-ર૦ર૧ બપોર સુધીમાં રક્ષિત કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
vaccine રાજ્યમાં કોરોના રસીના ૪ કરોડ પ્રથમ ડોઝ અપાયા, કુલ પ.૬૮ કરોડ ડોઝ ગુજરાતમાં અપાયા

કોરોના વેક્સિનેશનમાં ગુજરાત રાજ્યે એક આગવી સિદ્ધિ  મેળવી છે. રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૪.૯૩ કરોડ લાભાર્થીઓમાંથી ૪ કરોડ ૩૯ હજારને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા છે. આમ ગુજરાતે કોરોના વેક્સિનેશન મહાઅભિયાન અન્વયે વધુ એક આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

સમગ્ર રાજ્યમાં રસીકરણ પાત્રતા ધરાવતા ૧૮ વર્ષથી ઉપરની વયના ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લાભાર્થીઓમાંથી તમામ વયજૂથના ૪ કરોડ ૩૯ હજાર લાભાર્થીઓને કોરોના વેક્સિનેશનના પ્રથમ ડોઝથી તા.ર૦ સપ્ટેમ્બર-ર૦ર૧ બપોર સુધીમાં રક્ષિત કરવામાં આવ્યા છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રથમ ડોઝ મેળવનારાઓની ટકાવારી ૮૧.૧ ટકા જેટલી થઇ ગઇ છે. ૧ કરોડ ૬૮ લાખ ૫૦ હજાર ૩પર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.

સમગ્રતયા, રાજ્યમાં પ.૬૮ કરોડથી વધુ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતે દર એક હજારની વસ્તીએ ૮૯૦ રસીના ડોઝ આપીને દેશમાં મોટા રાજ્યોમાં વેક્સિનેશન અન્વયે અગ્રેસરતા દાખવી છે.

અત્રે નોધનીય છે કે દેશમાં કોરોના રસીકરણની સંખ્યા 75 કરોડને વટાવી ગઈ છે. WHO એ #COVID19 રસીકરણ ઝડપી કરવા બદલ ભારતને અભિનંદન આપતા કહ્યું કે, “ભારત માત્ર 13 દિવસમાં 65 કરોડ ડોઝથી 75 કરોડ ડોઝ પર પહોચી ગયું છે. ભારતમાં 75 કરોડથી વધુ કોવિડ રસીકરણ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, આ એક મહાન સિદ્ધિ છે.  તમામ લોકોને મફત રસી આપવા માટે જનતા, કોરોના યોદ્ધાઓ, રાજ્ય સરકારો અને પીએમનો આભાર માનું છું. ભારતે તેની વસ્તીની રસીકરણમાં ઘણા દેશોને પાછળ છોડી દીધા છે. બીજા કોઈ દેશે આટલી બધી રસીઓ પૂરી પાડી નથી. ભારતમાં એક દિવસમાં રસીકરણ કરનારા લોકોની સંખ્યા કેટલાક દેશોની વસ્તી કરતાં વધુ છે.

Tips / આ સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ ભૂલથી પણ નહિ કરતાં,  ફોનને થઇ શકે છે નુકસાન 

ચેન્નાઈ / ફોર્ડના ચેન્નાઈ પ્લાન્ટમાં ફરી શરૂ થશે ઈકોસ્પોર્ટનું ઉત્પાદન, જાણો શું છે કારણ

Technology / ભારતમાં આઇફોન આટલા મોંઘા કેમ વેચાય છે ?

Technology / ગૂગલ પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, આ નામથી બજારમાં આવશે