એન્કાઉન્ટર/ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 4 નકસલીઓના મોત,સર્ચ ઓપરેશન ચાલુ

એન્કાઉન્ટર આજે સવારે ગઢચિરોલીના ગ્યારબત્તી જંગલ વિસ્તારના ધનોરામાં થયું હતું. આ સ્થળ મુંબઈથી લગભગ 920 કિમી દૂર છે.

Top Stories India
મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 4 નકસલીઓના મોત,સર્ચ ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી. આ એન્કાઉન્ટર આજે સવારે ગઢચિરોલીના ગ્યારબત્તી જંગલ વિસ્તારના ધનોરામાં થયું હતું. આ સ્થળ મુંબઈથી લગભગ 920 કિમી દૂર છે.

નક્સલવાદીઓની હાજરીની બાતમી મળતાં પોલીસની ટીમ અહીં સર્ચ ઓપરેશન માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં છુપાયેલા નક્સલીઓએ પોલીસકર્મીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ફાયરિંગમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસ અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટર હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન તેજ થયું છે. આ મામલામાં શુક્રવારે ઝારખંડમાં નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, છત્તીસગઢમાં ઘણા નક્સલવાદીઓએ તાજેતરમાં આત્મસમર્પણ કર્યું હતું.ગૃહ મંત્રાલયે નકસલીઓ સામે એકશન પ્લાન તૈયાર કર્યો છે અને નકસલી પ્રભાવિત વિસાતરમાં આ એજન્ડા પર કાર્યવાહી ચાલુ છે. અનેક નકસલીઓએ હથિયાર મૂકીને આત્મસમર્પણ કરી દીધું છે હજી પણ નકસલી વિસ્તારમાં સંપૂર્ણ સફળતા મળી નથી.નકસલીઓ હીજ