ઉદ્યોગોને નુકસાન/ વાવાઝોડું ત્રાટકે કે ન ત્રાટકે સૌરાષ્ટ્ર-કચ્છને 400 કરોડનું નુકસાન નિશ્ચિત

બિપરજોય વાવાઝોડાના પડકાર સામે ગુજરાત સાબદુ થયું છે ત્‍યારે કચ્‍છ, મોરબી અને જામનગર જિલ્લા પર એક નાણાંકીય વાવાઝોડું પણ ઝળુંબી રહ્યું છે. 13 થી 15 જૂન દરમિયાન ઉદ્યોગો બંધ રહેવાના કારણે થનાર આર્થિક નુકસાન લગભગ 400 કરોડ રૂપિયા થયાનો અંદાજ છે.

Top Stories Gujarat
Morbi unit વાવાઝોડું ત્રાટકે કે ન ત્રાટકે સૌરાષ્ટ્ર-કચ્છને 400 કરોડનું નુકસાન નિશ્ચિત

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાના પડકાર સામે Bipperjoy ગુજરાત સાબદુ થયું છે ત્‍યારે કચ્‍છ, મોરબી અને જામનગર જિલ્લા પર એક નાણાંકીય વાવાઝોડું પણ ઝળુંબી રહ્યું છે. 13 થી 15 જૂન દરમિયાન ઉદ્યોગો બંધ રહેવાના કારણે થનાર આર્થિક નુકસાન લગભગ 400 કરોડ રૂપિયા થયાનો અંદાજ છે.

આ વિસ્‍તારની ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના સુત્રોએ કહ્યું કે, જિલ્લા કલેકટરોની સૂચના અનુસાર 13 જૂનથી ઉદ્યોગોએ પોતાનું કામકાજ ત્રણ દિવસ માટે સ્‍થગિત કરવાનું છે. આમા મોટા ઉદ્યોગોથી માંડીને માઇક્રો ઉદ્યોગો, પેટ્રોલીયમથી માંડીને ખાદ્યતેલની મીલો તથા ટેક્ષટાઇલ, સીરામીક જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

મોરબી સિરામીક મેન્‍યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ Bipperjoy મુકેશ કુંડારીયાએ આ અંગે જણાવ્યું હતું કે અમારા એસોસિએશને કલેકટર અને અન્‍ય અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી જેમણે આજથી ત્રણ દિવસ માટે અમારા ઉદ્યોગો બંધ રાખવાના આદેશ આપ્‍યા હતા. આના કારણે અમને લગભગ 100 કરોડ રૂપિયાનું નુકસાન થશે. મોરબી સિરામીકની લગભગ 700 ફેકટરીઓ છે. એમસીએચએ પોતાના મજૂરોને ખોરાક અને કરિયાણાની તકલીફ ના પડે તેનું ધ્‍યાન રાખવા પગલા લઇ રહ્યું છે. આવી જ સ્‍થિતિ કચ્‍છ વિસ્‍તારમાં પણ છે.

ગાંધીધામ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ તેજા Bipperjoy કાનગડ આ ત્રણ દિવસ ઉદ્યોગો બંધ રહેવાથી લગભગ 200 કરોડ રૂપિયાના નુકસાનનું અનુમાન કર્યું છે. કાનગડે કહ્યું કે આ જિલ્લામાં લગભગ 5000 જેટલા નાના-મોટા મીઠાના ઉદ્યોગો છે અને 50,000 લોકો તેમાં કામ કરે છે. આ જ રીતે ટ્રાન્‍સપોર્ટ અને બંદર પણ ત્રણ દિવસ માટે બંધ રહેવાના છે. એટલે બધુ મળીને આ શટડાઉનના કારણે જ 200 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આપણે આશા રાખીએ કે વાવાઝોડું ના આવે પણ જો તે આવશે તો વીજ પુરવઠાને પણ નુકસાન થઇ શકે અને આ શટડાઉન વધુ લંબાઇ શકે અને નુકસાન પણ વધી જશે.

જામનગરમાં લગભગ 8000 ફેકટરીઓ છે, તે પણ વાવાઝોડાની Bipperjoy અસર હેઠળ આવે છે. જામનગર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ બીપેન્‍દ્રસિંહ જાડેજાએ કહ્યું કલેકટરના આદેશ મુજબ અમે પણ જરૂરી પગલાઓ લીધા છે. જામનગરમાં લગભગ 8,000 ઔદ્યોગિક એકમો છે. સાવચેતીના પગલા રૂપે એ બધા બે દિવસ (14 અને 15) બંધ રહેશે.’

તેમણે વધુમાં કહ્યું કે 8000 એકમોમાંથી 6,500 એમએસએમઇ બ્રાસ યુનિટો છે. બાકીના 1,500 યુનિટોમાં ખાદ્યતેલ, મીઠું, બંદર, રિલાયન્‍સ અને એસ્‍સાર જેવી રીફાઇનરીઓ, કોટન જીનીંગ અને સ્‍પીનીંગ યુનિટો છે. આ બધાને બે દિવસમાં રૂપિયા 50 કરોડ જેટલું નુકસાન થઇ શકે છે. વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય કે ના ટકરાય પણ હવે આટલું નુકસાન તો ચોક્કસ થવાનું જ છે.

આ પણ વાંચોઃ બિપરજોય/ પોરબંદરમાં કરોડોના ખર્ચે બનેલી ચોપાટીનું બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પૂર્વે જ નિકંદન

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ પોરબંદરમાં બિપરજોય વાવાઝોડાની અસર, 20થી વધુ વૃક્ષ ધરાશાયી: એક યુવકનું મોત

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા