Not Set/ અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે

Top Stories Ahmedabad Gujarat
petrol 70 અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા

રાજ્યમાં આજે એક તરફ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે બીજી એક નવી મુસિબતે પ્રવેશ કર્યો છે. આ તાઉતે વાવાઝોડાને લઇને રાજ્યમાં NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે. વળી જો ખાસ કરીને અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અહી આ વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે શહેર વહીવટી તંત્ર દ્વારા ધોલેરા, ઘંઘૂકા, સાણંદ, વિરમગામ અને ધોળકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના ૪૫૨૪ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

અમદાવાદમાં વાવાઝોડાની અસર / અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ

અમદાવાદ જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખતા પહેલા જ તંત્ર એલર્ટ હતુ અને પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ઉક્ત તાલુકાઓમાં કાર્યરત કરવામાં આવેલા વિવિધ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધનાં ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. વિગતે જોઇએ તો અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનાં 3046 વ્યક્તિઓ, ધંધૂકા તાલુકાનાં 1123, સાણંદનાં 8, વિરમગામનાં 231 અને ધોળકા તાલુકાનાં 116 લોકોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિક કરવામાં આવ્યા છે.

વાવાઝોડાનું સંકટ / રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં એલર્ટ જાહેર, 19 મે નાં દિવસે પડી શકે છે પવન સાથે ભારે વરસાદ

આપને જણાવી દઇએ કે, ધોલેરામાં ‘મલ્ટી પર્પસ cyclone સેન્ટર’ છે, જ્યાં એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે. તમામ વ્યક્તિઓનાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. વળી રેપિડ ટેસ્ટ દરમિયાન પોઝિટિવ જણાઇ આવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં સ્થળાંતર કરીને સારવાર અર્થે મુકવામાં આવશે. ‌આશ્રય સ્થાનોમાં રહેલા તમામ વ્યક્તિઓને સમયસર જમવાનું મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

kalmukho str 14 અમદાવાદ જિલ્લાનાં 4524 લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતરિત કરાયા