Not Set/ રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 48 કેસ,એક દર્દીનું મોત,ઓમિક્રોનના શંકાસ્પદ કેસ વધી શકે છે!

ગુજરાતના જામનગરના એક દર્દી પોઝિટિવ મળ્યો છે,રાજ્યમાં ઓમિક્રોનના અનેક કેસ હાલ શંકાસ્પદ મળી આવ્યા છે.

Top Stories Gujarat
aaaacorona111111122222222 રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 48 કેસ,એક દર્દીનું મોત,ઓમિક્રોનના શંકાસ્પદ કેસ વધી શકે છે!

વિશ્વમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના લીધે ખળભળાટ મચી જવા પામ્યો છે, આજે સમગ્ર દુનિયામાં ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે.આ વેરિઅન્ટ ખુબ ઝડપથી ફેલાય છે,જેના લીધે લોકોમાં એક ડરનો માહોલ જોવા મળે છે.દેશમાં ઓમિક્રોનના 21 કેસ અત્યાર સુધી મળી આવ્યા છે. રાજ્યમાં ઓમિક્રોનના એક કેસની પુષ્ટી થઇ છે. ગુજરાતના જામનગરના એક દર્દી પોઝિટિવ મળ્યો છે,રાજ્યમાં ઓમિક્રોનના અનેક કેસ હાલ શંકાસ્પદ મળી આવ્યા છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજ્યમાં કોરોનાના નવા સંક્રમણના 48 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ કેસમમાં વધારો નોંધાઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે અને ઓમિક્રોનના વેરિઅન્ટ ખુબ ઝડપથી ફેલે છે તેને ધ્યાનમાં લઇને સરકારે અગમચેતી પગલાં લઇ રહી છે. હાલમાં કોરોનાના નવા સંક્રમણના કુલ કેસ રાજ્યમાં 48 નોંધાયા છે,જેમાં સૈાથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. હાલ અમદાવાદમાં 17 કેસ નવા સંક્રમણના નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીમું મોત નિપજ્યું છે. જ્યારે કોરોનાને માત આપીને સાજા થયેલા લોકોની સંખ્યા પણ વદી રહી છે. છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 349 પહોચી છે,જ્યારે રાજ્યમાં કુલ કોરોનાના કેસ 8,27,263 નોંધાયા છે અને કોરોનાને હરાવીને સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યાં 8,17,263 છે.

રાજ્યમાં હાલ કોરોનાના નવા વેરિઅન્ટના લીધે લોકોમાં બયનો માહોલ જોવા મળી રહ્યો છે, સરકારે સમીક્ષા બેઠક કરીને અગમચેતી પગંલા લેવાનો નિર્ધાર કર્યો છે.જેના અતર્ગતમાં વેક્સિનેશન પર ભાર મુકવામાં આવ્યો છે. દરેકને રસી લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોરોનાના નવા 48 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 17 કેસ
છેલ્લા 24 કલાકમાં 24 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 1નું મૃત્યુ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 349
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,217
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,263