Not Set/ અંજાર તાલુકામાં 5 ઇંચ વરસાદ , મેંગો માર્કેટનો ડોમ તુટ્યો

અંજારમાં કેરીના નવા બનેલ માર્કેટમાં  જ ડોમ તુટ્યો હતો. માર્કેટમાં ચાલુ વરસાદે કેરીની હરાજી ચાલુ હતી. જો કે સદનસીબે ડોમ તૂટતા કોઈ જાનહાની  થઇ નથી. ડોમની નીચે પડેલ કેરીનો માલ પલળ્યો હતો. 

Gujarat Others Trending
ખારેક 2 7 અંજાર તાલુકામાં 5 ઇંચ વરસાદ , મેંગો માર્કેટનો ડોમ તુટ્યો

અંજારમાં પાંચ ઇંચ,ગાંધીધામમાં ત્રણ ઇંચ,

સમગ્ર કચ્છમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે. આજે સૌથી વધુ વરસાદ અંજાર તાલુકામાં પાંચ ઇંચ પડ્યો હતો. જેમાં મેંગો માર્કેટમાં ડોમ તૂટી પડ્યો હતો. પ્રથમ વરસાદમાં અંજારમાં પાણી પાણી થઇ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે, અંજારમાં કેરીના નવા બનેલ માર્કેટમાં  જ ડોમ તુટ્યો હતો. માર્કેટમાં ચાલુ વરસાદે કેરીની હરાજી ચાલુ હતી. જો કે સદનસીબે ડોમ તૂટતા કોઈ જાનહાની  થઇ નથી. ડોમની નીચે પડેલ કેરીનો માલ પલળ્યો હતો.

જ્યારે ગઈ કાલે રાપર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ના ઝાપટા વરસ્યા બાદ આજે પણ વરસાદ ના માહોલ જોવા મળ્યો હતો.  બપોરે અઢી વાગ્યાના અરસામાં વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા. જેના લીધે માર્ગો પર થી પાણી વહી નિકળ્યા હતા. ગાજવીજ સાથે વરસાદ નો માહોલ ગગનમાં  જોવા મળ્યો હતો.

તાલુકા મથકે ઝાપટા વરસ્યા બાદ વાતાવરણ મા ઠંડક પ્રસરી જવા પામી હતી. તો રાપર ઉપરાંત હાઈવે પટીના, ચિત્રોડ, માણાબા, ફુલપરા, મેવાસા, નિલપર, ભીમાસર, ભુટકીયા, આડેસર, પલાંસવા, ગાગોદર, ખીરઈ, ગોવિંદપર, બાદરગઢ, નંદાસર, ત્રંબૌ સહિતના અનેક ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. તો અમુક ગામોમાં મેધરાજા એ અમી છાંટણાં કર્યા હતા. આમ સતત બીજા દિવસે મેધરાજાએ વાગડ વિસ્તારમાં ઝાપટાં રૂપે વરસી રહ્યા છે. વરસાદ ના આગમન થી જગત નો તાત ચોમાસુ પાક ના વાવેતર ની તૈયારીમાં  લાગી ગયા છે.  અને વાવેતર માટે બિયારણ ખરીદી કરવા લાગ્યા છે.  આમ હવે ચોમાસાના પ્રારંભે વરસાદ ના ઝાપટા વરસ્યા બાદ ધરતીપુત્રો એ ખેતરમાં વાવણી કરવા માટે તૈયાર થઈ ગયા હતા. ફુલપરા વિસ્તારમાં વરસાદ ના લીધે પાણી વહી નિકળ્યા હતા.

આ તરફ ભુજમાં એક ઇંચ,ગાંધીધામમાં ત્રણ ઇંચ,વરસાદ ખાબક્યો હતો જ્યારે નખત્રાણા, મુન્દ્રા, માંડવી, અબડાસા, ભચાઉમાં વરસાદનું આગમન થયું છે