Ahmedabad News : જો તમે પનીર ખાતા હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે. કારણકે બહારથી આવી રહેલું પમીર બેન આરોગ્યપ્રદ અથવા તો નકલી હોઈ શકે છે. અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ, નિકોલ ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાંથી કુલ 508 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પનીર એનાલોગ તરીકે ઓળખાતું પનીર નાના જથ્થામાં દુકાનો અને હોટલ તેમજ રેસ્ટોરન્ટ વાળાઓને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.
મહેસાણા અને રાજસ્થાનથી આ નકલી પનીર મંગાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગની ટીમને માહિતી મળી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમાં ડેરીઓ અને છૂટક રીતે હોલસેલ પ્રમાણે નકલી અને શંકાસ્પદ પનીર વેચવામાં આવી રહ્યું છે. જેના પગલે નિકોલ ગામ રોડ પર ઇન્દ્રજીત પાર્ક સોસાયટીની બાજુમાં આવેલી સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે વસ્ત્રાલમાં શક્તિ ધારા સોસાયટીમાં ગોડાઉન જેવું બનાવી તેમાં મૂકેલું 119 કિલો જેટલું પનીર મળી આવ્યું હતું.
જ્યારે ગોતા વિસ્તારમાં વિશ્વાસ 6 સીટી પાસે આવેલી શ્રીક્રિષ્ના ડેરીમાંથી 199 કિલો અને ગોતા સ્ટેટમાં ડેરી રિચ આઈસ્ક્રીમ નામના શોપમાંથી 35 કિલો મીડીયમ ફેટ પનીરનો એક કિલોના જથ્થાના પાઉચ મળી આવ્યા હતા. જીવરાજ પાર્કના જયશ્રી પાર્ક પાસે આવેલા વિજય ડેરીમાંથી 11 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે.
ફૂડ વિભાગ દ્વારા જે જથ્થો જપ્ત કરવામાં આવે છે તે પનીર એનાલોગ જથ્થો છે.ગોડાઉનમાં 10થી 15 કિલોના જથ્થામાં પનીરનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જેને અલગ અલગ ડેરીઓ અને હોટલ રેસ્ટોરન્ટમાં આપવામાં આવતો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું વનસ્પતિ ઘી માંથી બનતું સિન્થેટિક પનીર નો જથ્થો મળી આવ્યો હતો. આ પનીરનો જથ્થો નકલી પનીરના જથ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે.
પનીર એનાલોગ તરીકે કોઈપણ પ્રકારના બિલ વિનાનો પનીરનો જથ્થો મળી આવ્યો હતો જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા તેને સીઝ કરવામાં આવ્યો છે. આ પનીર નો જથ્થો મહેસાણા ખાતેથી અને રાજસ્થાન ખાતેથી મંગાવવામાં આવ્યો હતો. વસ્ત્રાલ અને ઠક્કરબાપાનગર આસપાસના વિસ્તારોમાં આવેલી નાની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટ વાળાને આ જથ્થો આપવામાં આવતો હતો.
આ પણ વાંચો: BRTSમાં મુસાફરી કરતા લોકો વાંચી લો, આ શહેરોમાં હવે નવા કોરિડોર નહીં બને!
આ પણ વાંચો: રાજકોટ : BRTS બસના ડ્રાઈવરને સ્ટેયરિંગ પર માવો ઘસવાનું પડ્યું ભારે, તંત્રએ કર્યો ઘર ભેગો
આ પણ વાંચો: અમદાવાદમાં BRTS બસે સર્જયો અકસ્માત, કાળમુખી બસે લીધો યુવાનનો ભોગ