Election/ જમાલપુરમાં 500 કાર્યકરો AIMIM માં જોડાયા, જુહાપુરામાં મુર્દાબાદ – ઝિંદાબાદના નારાથી રાજકારણ ગરમાયુ

કોંગેસી કાર્યકરોની સાથે સાથે લોકો પણ કૉંગેસથી કંટાળી ગયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો જુહાપુરામાં આજે કોંગેસના સમીર ખાન પઠાણ, હાજી ભાઈ સહિતના ચારેય ઉમેદવારો વિસ્તારની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા.

Ahmedabad Gujarat
c1af246b918ff1f326383822b40beee7f2f01f737634267b3df6aa7068a2e4b9 જમાલપુરમાં 500 કાર્યકરો AIMIM માં જોડાયા, જુહાપુરામાં મુર્દાબાદ - ઝિંદાબાદના નારાથી રાજકારણ ગરમાયુ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનો દબદબો જમાવવા માટે ઓવૈસીની પાર્ટી AIMIMએ કમર કસી લીધી છે. કોંગ્રેસનો ગઢ માનવામા એવા આવતા તમામ વિસ્તારોમાં ગાબડાં પાડવા માટે AIMIM દ્વારા એડી ચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈ કાલે મોડી સાંજે AIMIM ની જાહેર મિટિંગ યોજાઈ હતી. મિટિંગમાં સાબિર કાંબલીવાલાની હાજરીમાં બહેરામપુરા અને જમાલપુર વિસ્તારના 500 જેટલા કોંગેસી કાયર્કરોએ પાર્ટી સાથે છેડો ફાડીને AIMIM પાર્ટીમાં જોડાયા હતા. બહેરામપુરા વોર્ડના કોંગેસના મહામંત્રી નજમાબેનએ પોતાના વોર્ડમાંથી ટિકિટ માંગી હતી. જોકે, તેમને ટિકિટ ન મળતા નજમાબેને કૉંગેસ સાથે છેડો ફાડીને AIMIM પાર્ટી સાથે હાથ મિલાવ્યો હતો.

એક સાથે 500 જેટલા કાર્યકરોએ કૉંગેસ સાથે છેડો ફાડતા બહેરામપુરા વોર્ડમાં જાણે કે ભૂકંપ આવ્યો હોય તેમ કૉંગેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કૉંગેસ પાર્ટી માટે આ કાર્યકરોએ અગાઉ ભારે મહેનત કરી હતી અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની એક અવાજ ઉપર તમામ કાર્યકરો ખુબ જ ભાગદોડ કરતા હતા. પરંતુ, નજમા બેનને ટિકિટ ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

a 94 જમાલપુરમાં 500 કાર્યકરો AIMIM માં જોડાયા, જુહાપુરામાં મુર્દાબાદ - ઝિંદાબાદના નારાથી રાજકારણ ગરમાયુ

જમાલપુરમાં યુવા નેતાઓ પાર્ટીથી નારાજ થયા છે તેની સ્યાહી હજી સુકાઈ પણ નથી અને હવે કાર્યકરો પણ પાર્ટીથી નારાજ થઈને કૉંગેસને અલવિદા કહીને બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જે કોંગ્રેસને આગામી દિવસોમાં નડી શકે છે અને ચૂંટણીના પરિણામો ઉપર પણ તેની ભારે અસર પડી શકે છે.

a 95 જમાલપુરમાં 500 કાર્યકરો AIMIM માં જોડાયા, જુહાપુરામાં મુર્દાબાદ - ઝિંદાબાદના નારાથી રાજકારણ ગરમાયુ

કોંગેસી કાર્યકરોની સાથે સાથે લોકો પણ કૉંગેસથી કંટાળી ગયા હોય તેવું જાણવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો જુહાપુરામાં આજે કોંગેસના સમીર ખાન પઠાણ, હાજી ભાઈ સહિતના ચારેય ઉમેદવારો વિસ્તારની મુલાકાત લેવા માટે નીકળ્યા હતા. લોકોની વચ્ચે જઈને તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી જ રહ્યા હતા અને ત્યારે સ્થાનિકોએ તમામ કોંગેસી કાર્યકરોનો હુરિયો બોલાવ્યો હતો. અને તેમની સોસાયટીમાં વૉટ લેવા ન આવવા માટેની જોરજોરથી બૂમો પાડી હતી. એટલું જ નહીં, સમીર ખાન અને હાજી ભાઈને લોકોએ ધક્કે ચડાવીને સોસાયટીમાંથી બહાર કાઢતી વખતે AIMIM ઝિંદાબાદ , કૉંગેસ મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.

આમ, શહેરના મોટા ભાગના કોંગેસના વિસ્તારોમાં લોકોના મોઢે હવે જાણેકે AIMIM ની જ ચર્ચા ચાલી રહી છે.લોકો કૉંગેસથી એટલી કંટાળી ગઈ છે કે કોંગેસી કાર્યકરોને પોતાના વિસ્તારોમાં પ્રવેશવા ન દેવાના પોસ્ટરો પણ પોતાની સોસાયટીની બહાર લગાવતા થઇ ગયા છે. જો આવું જ શહેરમાં ચાલતું રહ્યું તો આગામી ચૂંટણીના પરિણામોમાં કૉંગેસને ભારે નુકશાન થઇ શકે છે જયારે AIMIMને ઘણો ફાયદો પણ થઇ શકે છે તેવા એંધાણો અત્યારથી દેખાય રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ