First ODI/ ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?

ક્રિકેટનો ઈતિહાસ લાંબો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનાં ત્રણ ફોર્મેટ છે – ટેસ્ટ, ODI અને T20. આવી સ્થિતિમાં આજે ક્રિકેટનાં વનડે ફોર્મેટનાં 51 વર્ષ પૂર્ણ થયા છે.

Sports
First ODI

ક્રિકેટનો ઈતિહાસ લાંબો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટનાં ત્રણ ફોર્મેટ છે – ટેસ્ટ, ODI અને T20. આવી સ્થિતિમાં આજે ક્રિકેટનાં વનડે ફોર્મેટનાં 51 વર્ષ પૂર્ણ થયા છે. જી હા, પ્રથમ આંતરરાષ્ટ્રીય ODI મેચ 5 જાન્યુઆરી 1971નાં રોજ રમાઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઈન્ટરનેશનલ ODI કયા દેશો વચ્ચે અને ક્યાં અને કેવી રીતે રમાઈ હતી?

11 2022 01 05T145005.102 ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?

આ પણ વાંચો – ગાંધીનગર / કોરોના વચ્ચે વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ, સ્થિતિને ધ્યાનમાં રાખી ટેસ્ટિંગ ડોમની કરાઇ વ્યવસ્થા

કઇ બે ટીમો વચ્ચે રમાઇ હતી મેચ?

ક્રિકેટ મેચો ઘણા ફોર્મેટમાં રમાય છે. લોકપ્રિય ફોર્મેટ ટેસ્ટ અને ODI ક્રિકેટ ગણાય છે, તે પછી આજનાં યુગમાં T20 ક્રિકેટ વિશે સૌથી વધુ ચર્ચા થાય છે. જો કે સૌથી જૂનું અને સૌથી લોકપ્રિય ફોર્મેટ ટેસ્ટ મેચ છે, પરંતુ ODI ક્રિકેટની લોકપ્રિયતા આનાથી ઓછી નથી. આજે ODI ક્રિકેટ 51 વર્ષનું થઈ ગયું છે, એટલે કે તેને શરૂ થયાને કુલ 51 વર્ષ થઈ ગયા છે. હા, પ્રથમ આંતરરાષ્ટ્રીય ODI મેચ 5 જાન્યુઆરી 1971નાં રોજ રમાઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટ ઈતિહાસની પ્રથમ ઈન્ટરનેશનલ ODI કયા દેશો વચ્ચે, ક્યા અને કેવી રીતે રમાઈ હતી? સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, 5 જાન્યુઆરી 1971નાં રોજ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ઈન્ટરનેશનલ વન ડે રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાનાં ઐતિહાસિક મેદાન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. તમે જાણતા જ હશો કે હાલમાં વન-ડે મેચ 50-50 ઓવરની છે, પરંતુ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચની ખાસ વાત એ હતી કે આ મેચ 40-40 ઓવરની હતી.

11 2022 01 05T145056.768 ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?

કોણ બન્યુ હતુ પહેલી ODI નું વિનર?

પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે બિલ લોરી ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન હતા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 40 ઓવરમાં 190 રન બનાવી શકી હતી. વળી, ઓસ્ટ્રેલિયાએ 42 બોલ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડનાં જોન એડરિચે ODI ઈતિહાસમાં પ્રથમ મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જોન એડરિચે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ નવેમ્બર 1970માં એશીઝ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ સીરીઝમાં 7 મેચ થવાની હતી. સીરીઝની પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી જે બ્રિસ્બેન અને પર્થમાં રમાઈ હતી. 31 ડિસેમ્બર 1970 અને 5 જાન્યુઆરી 1971 ની વચ્ચે, ત્રીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ શરૂ થઈ ન હોતી. હાલમાં, ટેસ્ટ 5 દિવસની છે, પરંતુ તે દરમિયાન 6 દિવસની ટેસ્ટ મેચ થતી હતી. જેમાં એક દિવસ ‘રેસ્ટ ડે’ હતો. આ ટેસ્ટનાં છેલ્લા દિવસે વરસાદ બંધ થયો ત્યારે બન્ને ટીમો મર્યાદિત ઓવરનાં ક્રિકેટ માટે તૈયાર હતી અને આ રીતે ક્રિકેટનું એક નવું ફોર્મેટ ઉભરી આવ્યું, જેને વન-ડે મેચ તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો – WTC Point Table / ન્યૂઝીલેન્ડને હરાવી ઈતિહાસ રચનાર બાંગ્લાદેશની ટીમે WTC પોઇન્ટ ટેબલ પર મારી છલાંગ

11 2022 01 05T145225.601 ODI ક્રિકેટને પૂરા થયા 51 વર્ષ, જાણો પ્રથમ મેચ કયા દેશ, ક્યા અને કેવી રીતે રમાઈ હતી?

ODI મેચ કેવી રીતે શરૂ થઈ?

આપને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડની ટીમ નવેમ્બર 1970માં એશીઝ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ સીરીઝમાં 7 મેચ થવાની હતી. સીરીઝની પ્રથમ અને બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જે બ્રિસ્બેન અને પર્થમાં રમાઈ હતી. 31 ડિસેમ્બર 1970 અને 5 જાન્યુઆરી 1971 ની વચ્ચે, ત્રીજી મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવાની હતી, પરંતુ વરસાદને કારણે મેચ શરૂ થઈ ન હોતી. હાલમાં ટેસ્ટ 5 દિવસની છે, પરંતુ તે દરમિયાન 6 દિવસની ટેસ્ટ મેચ થતી હતી. જેમાં એક દિવસ ‘રેસ્ટ ડે’ હતો. આ ટેસ્ટનાં છેલ્લા દિવસે વરસાદ બંધ થયો ત્યારે બન્ને ટીમો મર્યાદિત ઓવરનાં ક્રિકેટ માટે તૈયાર હતી અને આ રીતે ક્રિકેટનું એક નવું ફોર્મેટ ઉભરી આવ્યું, જેને વન-ડે મેચ તરીકે ઓળખવામાં આવે છે. સમાચાર અનુસાર, આ મેચ જોવા માટે 46,000 દર્શકો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવ્યા હતા. જણાવી દઈએ કે, ODI ક્રિકેટનાં ઈતિહાસમાં અત્યાર સુધી 4,338 મેચ રમાઈ છે.