રાજ્યમાં ઘણાં લાંબા સમયથી બદલી અને બઢતીની રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે ગૃહ વિભાગ દ્વારા આખરે આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. તેમાં કુલ 57 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 20 અધિકારીઓને DySPમાંથી SP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ બેડામાં મોટી સંખ્યામાં બદલી થવાની માત્ર વાતો થઈ રહી હતી. ત્યારે આજે રાજ્યમાં 77 આઈપીએસ અધિકારીઓને વિવિધ જગ્યાઓ પર બઢતી અને બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં મોટાભાગના જિલ્લાઓના પોલીસવડા બદલાયા છે. ચૂંટણીઓ પહેલા પોલીસ બેડામાં આઈપીએસની બદલીઓ મહત્વની માનવામાં આવી રહી છે.
જે મહત્વની ટ્રાન્સફર છે તેમાં રાજ્ય સરકારે એકસાથે 20 જિલ્લાના પોલીસ વડાની બદલીના આદેશ આપ્યા છે. જે જિલ્લાના પોલીસ વડાની બદલી થઈ છે તેમાં સુરત, મહેસાણા, કચ્છ પૂર્વ, પાટણ, મોરબી, ગાંધીનગર, ગીર સોમનાથ, નર્મદા, રાજકોટ, વડોદરા, તાપી, ભરૂચ, બનાસકાંઠા, દાહોદ, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી, પંચમહાલ, ભાવનગર, બોટાદ.
નોધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આઈપીએસ અધિકારીઓની બદલીઓનો ઘાણવો નીકળશે તેવી ચર્ચા ચાલી રહી છે પરંતુ તેને અંજામ આપવામાં આવ્યો નહોતો. આખરે આજે તે દિવસ આવી ગયો હતો અને એકાએક આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે. અગાઉ આ વાત વહેતી થઈ હતી, પરંતુ વિધાનસભાનું સત્ર આવી જતાં તેને બ્રેક લાગી ગઈ હતી. જો કે હવે વિધાનસભાનું સત્ર પણ પૂર્ણ થઈ ગયું છે અને કોરોના પણ ‘ટાઢો’ પડી ગયો છે એટલે આજે 77 આઈપીએસ અધિકારીઓની બદલીઓનો જમ્બો લીથો બહાર પડવામાં આવ્યો છે.
અમદાવાદ ઝોન-5 ડીસીપી અચલ ત્યાગીને મહેસાણાના એસપી બનાવાયા
– અમદાવાદ ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુને જામનગર જિલ્લાના એસપી બનાવાયા
– અમદાવાદ ઝોન-1 ડીસીપી રવિન્દ્ર પટેલને ભાવનગર એસપી બનાવાયા
– 2009ની બેન્ચના IPS અને સુરત ઝોન-3 ડીસીપી વિધિ ચૌધરીને ડીજીપી ઓફિસમાં ટ્રાન્સફર કરાયા
– 2009ની બેન્ચના IPS અને CIDમાં એસપી તરીકે કાર્યરત વિશાલ વાઘેલાને સાબરકાંઠા જિલ્લાના SP બનાવાયા
– ભાવનગર એસપી જયપાલસિંહ રાઠોડને રાજકોટ ગ્રામ્યના SP બનાવાયા
– ડૉ. લીના પાટીલને પંચમહાલથી ટ્રાન્સફર કરી ભરુચના એસપી બનાવાયા
– શ્વેતા શ્રીમાળીને જામનગરથી ટ્રાન્સફર કરી રેલવેમાં એસપી તરીકે નિયુક્ત કરાયા, તેમનું કાર્યસ્થળ અમદાવાદ રહેશે
– લાંબા સમયથી અમરેલીના એસપી તરીકે ફરજ બજાવી રહેલા નિર્લિપ્ત રાયની બદલી સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરમાં કરવામાં આવી
– વડોદરા શહેર ઝોન-1ના ડીસીપી મહેન્દ્ર મેઘાણીને રાજભવનમાં મૂકાયા
– મહેન્દ્ર બગારિયાને સુરેન્દ્રનગરથી ટ્રાન્સફર કરી કચ્છ ઈસ્ટના એસપી બનાવાયા
– દેવભૂમિ દ્વારકાના એસપી સુનીલ જોષીને અમદાવાદમાં મૂકવામાં આવ્યા
– દાહોદના એસપી હિતેશ જોયસરને સુરત ગ્રામ્યના એસપી બનાવાયા
– બનાસકાંઠાના એસપી તરુણ દુગ્ગલની ટ્રાન્સફર ગાંધીનગર જિલ્લામાં કરવામાં આવી
– ભરુચના એસપી આર.વી. ચુડાસમાને વડોદરા, SRPના ગ્રુપ 9ના કમાન્ડન્ટ બનાવાયા
– સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોા એસપી આર.ટી. સુસરાને સુરત શહેરમાં ડીસીપી બનાવાયા
– તાપી-વ્યારાના એસપી સુજાતા મજુમદારને પોલીસ એકેડમી, ગાંધીનગરમાં મૂકાયા
– વડોદરા એસપી ડૉ. સુધીર દેસાઈને રાજકોટ સિટી ઝોન-2ના ડીસીપી બનાવાયા
– રાજકોટના એસપી બલરામ મીણાને દાહોદના એસપી બનાવાયા
– વડોદરા ઝોન-3ના ડીસીપી ડૉ. કરણરાજ વાઘેલાને બોટાદના એસપી બનાવાયા
– નર્મદા જિલ્લાના એસપી હિમકર સિંહને અમરેલીના એસપી તરીકે નિયુક્ત કરાયા
– ગીર-સોમનાથના એસપી રાહુલ ત્રિપાઠીને મોરબીના એસપી બનાવાયા
– અમદાવાદ સેન્ટ્રલ જેલના એસપી રોહન આનંદને વડોદરાના એસપી બનાવાયા
– રાજભવનમાં ફરજ બજાવતા યશપાલ જાગણિયાને વડોદરા ઝોન-3ના ડીસીપી બનાવાયા
– ગાંધીનગર એસપી મયૂર ચાવડાને ઈન્ટેલિજન્સના એસપી બનાવાયા
– સુરત એસપી ઉષા રાડાને સુરત શહેરમાં ડીસીપી તરીકે નિયુક્ત કરાયા
– મહેસાણા એસપી પાર્થરાજસિંહ ગોહિલને રાજકોટ ક્રાઈમ બ્રાંચ ડીસીપી બનાવાયા
– કચ્છ ઈસ્ટ એસપી મયૂર પાટીલને ગાંધીનગર, આઈબીમાં મૂકાયા
– પાટણ એસપી અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠાના એસપી બનાવાયા
– મોરબી એસપી એસ.આર. ઓડેદરાને સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં મૂકાયા
– સુરતના ડીસીપી પ્રશાંત સુમ્બેને નર્મદા જિલ્લાના એસપી બનાવાયા
આ પણ વાંચો : લીંબુના ભાવ વધારે મન કર્યું ખાટું, 200 રૂપિયા કિલોએ પહોંચ્યો રેટ
આ પણ વાંચો : પંજાબ બાદ હવે ‘આપ’નું ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ અને ભગવંત માને ગાંધી આશ્રમની લીધી મુલાકાત
આ પણ વાંચો :પત્નીએ લીધો પતિનો જીવ: ખાટલા સાથે બાંધી જીવતો સળગાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના
આ પણ વાંચો :શિક્ષકે વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો, પછી વાલીઓએ કર્યું એવું કે….
