central africa/ સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની બાંગુઈ નદીમાં બોટ પલટી, હ્રદયદ્રાવક અકસ્માતમાં 58 લોકો ડૂબ્યા

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં એક નદીમાં મુસાફરોને લઈ જતી ફેરી પલટી જતાં ઓછામાં ઓછા 58 લોકો ડૂબી ગયા છે. પ્રત્યક્ષદર્શીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

Top Stories World
Beginners guide to 2024 04 21T171222.160 સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની બાંગુઈ નદીમાં બોટ પલટી, હ્રદયદ્રાવક અકસ્માતમાં 58 લોકો ડૂબ્યા

સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં એક નદીમાં મુસાફરોને લઈ જતી ફેરી પલટી જતાં ઓછામાં ઓછા 58 લોકો ડૂબી ગયા છે. પ્રત્યક્ષદર્શીઓએ શનિવારે આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 300 લોકોને લઈને લાકડાની બોટ શુક્રવારે રાજધાની બાંગુઈમાંથી પસાર થતી માપોકો નદીને પાર કરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક બોટમેન અને માછીમારોએ સૌ પ્રથમ બચાવ કામગીરી શરૂ કરી હતી.

બાંગુઈ યુનિવર્સિટી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે સૈન્યના સર્ચ ઓપરેશનમાં વધારો થતાં મૃત્યુઆંક વધી રહ્યો છે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકની રાજધાની બાંગુઈમાં નદીમાંથી પસાર થઈને એક ગામમાં અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે બોટ 300 થી વધુ લોકોને લઈ જઈ રહી હતી. પરંતુ તેમાંથી 58 મૃત્યુ પામ્યા, એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.

મૃત્યુઆંક વધવાની ભીતિ

નાગરિક સુરક્ષા વિભાગના વડા થોમસ જિમાસે રોઇટર્સને જણાવ્યું હતું કે, “ઘટનાની 40 મિનિટ પછી અમને ચેતવણી આપવામાં આવી હતી અને બચાવ કર્મચારીઓ લગભગ 58 મૃતદેહોને બહાર કાઢવામાં સફળ થયા હતા.” મેપોકો નદીમાં વધુ લોકો ડૂબી ગયા હોવાની આશંકા હતી, તેમને  ટેલિફોન ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, શોધ ચાલુ છે. નદી પરિવહન સલામતીના નિયમોનું વધુ સારી રીતે પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. બોટમાં 300થી વધુ લોકો સવાર હોવાના અહેવાલ છે. મોટી સંખ્યામાં લોકો ગુમ થયાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું છે ‘ડાર્ક વેબ માર્કેટપ્લેસ’ જેના પર ભારતીયએ કરોડો અમેરિકી ડોલરના પ્રતિબંધિત પદાર્થનું વેચાણ કર્યું, હવે 5 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:પાકિસ્તાનના મહિલાએ એક સાથે છ બાળકોને આપ્યો જન્મ

આ પણ વાંચો:ગ્રીનબેલ્ટ પાર્કમાં એકઠા થયેલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પર ફાયરિંગ, પાંચ ઘાયલ, એકની હાલત ગંભીર