IPL 2022/ મુંબઈ ઈન્ડિયન્સની સતત 5મી હાર, બેબી એબીડીની તોફાની ઈનિંગ્સ પણ ગઇ વ્યર્થ, પંજાબનો 12 રને વિજય

IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા

Top Stories Sports
11 1 3 મુંબઈ ઈન્ડિયન્સની સતત 5મી હાર, બેબી એબીડીની તોફાની ઈનિંગ્સ પણ ગઇ વ્યર્થ, પંજાબનો 12 રને વિજય

IPLની 15મી સિઝનની 23મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી. પંજાબે આ મેચ 12 રને જીતી લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી. પરંતુ રોહિત 28 અને કિશન ત્રણ રન બનાવીને એક પછી એક ઓવરમાં પેવેલિયન પરત ફર્યા છે. જો કે તે પછી બ્રેવિસ અને તિલક એ ઇનિંગ્સને સંભાળી લીધી હતી. બ્રેવિસ 49 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તિલક વર્મા 36 રન બનાવીને રનઆઉટ થયો હતો. પોલાર્ડ 10 રન બનાવીને રનઆઉટ થયો હતો.

પંજાબ તરફથી શિખર ધવને 70 રન બનાવ્યા છે. પંજાબના ઓપનર શિખર ધવન અને મયંક અગ્રવાલે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. મયંક અને ધવને પ્રથમ વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો 13 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. લિવિંગસ્ટોન 3 બોલમાં 2 રન બનાવીને બુમરાહના હાથે બોલ્ડ થયો હતો. ધવને 50 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 70 અને મયંકે 32 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા, જ્યારે જીતેશે 15 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.છ બોલમાં 15 રનની તોફાની ઇનિંગ રમી હતી.