Winning/ 6 મનપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસ-આપ-AIMIM કમળ નીચે કચડાયા

6 મનપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસ-આપ-AIMIM કમળ નીચે કચડાયા

Gujarat Others Trending
result 11 6 મનપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસ-આપ-AIMIM કમળ નીચે કચડાયા

ગુજરાત રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં અત્ર તત્ર સર્વત્ર ભાજપનો વિજય જોવા મળી રહ્યો છે. મોટાભાગની બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 575માંથી 263માં ભાજપ આગળ છે, જ્યારે  કોંગ્રેસ, AAP અને AIMIM જેવા પક્ષો કમળના કાદવમાં ખુંપાઈ રહ્યા છે.

સુરતમાં આપના ઉમેદવારોએ ખાતું ખોલાવ્યું છે. તો જામનગરમાં બસપા એ ખાતું ખોલાવ્યું છે. જયારે કોંગ્રેસ પોતાની જ ગઢ ગણાતી બેઠકો ગુમાવતી નજરે ચઢી રહી છે.

અમદાવાદમાં 71 બેઠક પર ભાજપને સરસાઇ, કોંગ્રેસ હાલ 12 બેઠક પર આગળ

સુરત કોર્પોરેશનમાં પણ ભાજપની બલ્લે બલ્લે છે. ભાજપ 44 બેઠક પર આગળ, કોંગ્રેસને માત્ર 6 બેઠક પર સરસાઇ, આપે સુરતમાં બાજી મારી છે. 16 બેઠક કબજે કરી છે.

સંસ્કારનગરી વડોદરામાં પણ ભાજપ બહુમતિ તરફ છે. 24 બેઠક પર ભાજપ આગળ  છે જયારે કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે.

રાજકોટ કોર્પોરેશનમાં પણ ભાજપ બહુમતિ તરફ છે. 36 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસે હજુ સુધી ખાતું ખોલાવ્યું નથી.

ભાવનગરમાં પણ ભાજપનો ભગવો લહેરાશે. 29 બેઠક પર ભાજપને સરસાઇ મળી છે. કોંગ્રેસ 11 બેઠક પર આગળ  છે.

જામનગરમાં પણ ભાજપ ભવ્ય જીત તરફ આગળ છે. 24 બેઠક પર ભાજપને મળી લીડ છે. કોંગ્રેસ પાંચ બેઠક પર આગળ  છે. બસપાને 3 બેઠક પર સરસાઇ મળી છે.

આમ રાજ્ય માં ભાજપ-કોંગ્રેસ બાદ વધુ બે પાર્ટીઓ પણ પોતાની જગ્યા બનાવી રહી છે.