Not Set/ બોરસદમાં બે દિવસની અંદર જ શંકાસ્પદ કોરોનામાં 6 વ્યક્તિના મોત

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. બોરસદ શહેર સહિત નાના ગામોમાં કોરોના શંકાસ્પદ કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે.જેમાં બોરસદ તાલુકના નાપા તડપદ અને નાપા વાંટામાં શંકાસ્પદ કેસોનો આંકડો 40 થી વધુ છે.જયારે ત્રણ દિવસમાં આ બંને ગામો શંકાસ્પદ કોરોનામં 12 વ્યકિતના મોત નિપજયા છે. બોરસદ શહેરમાં બે દિવસમાં શંકાસ્પદ […]

Gujarat
borsad map બોરસદમાં બે દિવસની અંદર જ શંકાસ્પદ કોરોનામાં 6 વ્યક્તિના મોત

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબુ બન્યું છે. બોરસદ શહેર સહિત નાના ગામોમાં કોરોના શંકાસ્પદ કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે.જેમાં બોરસદ તાલુકના નાપા તડપદ અને નાપા વાંટામાં શંકાસ્પદ કેસોનો આંકડો 40 થી વધુ છે.જયારે ત્રણ દિવસમાં આ બંને ગામો શંકાસ્પદ કોરોનામં 12 વ્યકિતના મોત નિપજયા છે. બોરસદ શહેરમાં બે દિવસમાં શંકાસ્પદ કોરોનામાં 6 વ્યકિતના મોત નિપજયા છે. આ ઉપરાંત બોરસદ શહેરમાં શંકાસપ્દ કેસોન 30 વધુ હોવાનું આધારભૂત વર્તુળો જણાવ્યું છે.

બોરસદ તાલુકાના નાપડ તડપદ ગામે શનિવારે શંકાસ્પદ કોરોનામાં 6 વ્યકિતના મોત નિપજયા હતા.જેમાં એક વ્યકિતને વડોદરા હોસ્પિટલમાં લઇ જતાં રસ્તામાં મોત નિપજયું હતું. તેમજ નાપાવાટામાં પણ ત્રણ દિવસમાં 6 વ્યકિતના શંકાસ્પદ કોરોના મોત નિપજયા છે. બંને ગામોમાં 40 વધુ કોરોના શંકાસ્પદ મોત નિપજયા છે.

મોટાભાગના લોકોના સામાન્ય શરદી ઉધરસ હોય તો ગંભીરતા લેતા નથી. સારવાર કરવા માટે જતાં નથી.તેના કારણે બે ત્રણ દિવસ હાલત બગડી જતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે જાય છે.કેટલાંક ટેસ્ટ કરવા માટે તૈયાર નથી.તેના કારણે શંકાસ્પદ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

​​​​​​​બોરસદમાં પણ શંકાસ્પદ કેસો 40 થી 50 હોવા છતાં રવિવાર પણ આંશિક લોકડાઉનના ધજાગરા જોવા મળ્યા હતા.કોઇ દુકાનદાર તેનું પાલન કરતો નથી.વેપારધંધા ધમી રહ્યાં હતા.તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ ધજાગરા ઠેર ઠેર જોવા મળ્યા હતા. આવા લોકોને કારણે સંક્રમણ ઘટવાનું નામ લેતા નથી.જો કે બોરસદ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ દિવસમાં શંકાસપ્દ કોરોના 6ના મોત નિપજયા છે.