નકસલવાદ/ તેલંગાણા અને છત્તીસગઢના સરહદી વિસ્તાર પાસે 6 નકસલવાદીઓ ઠાર

જિલ્લાના એસપી સુનિલ દત્તે જણાવ્યું કે બંને રાજ્યોના સરહદી વિસ્તાર કિસ્તારામ પીએસ સીમાના જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નક્સલવાદીઓ માર્યા ગયા છે

Top Stories India
NAXAL તેલંગાણા અને છત્તીસગઢના સરહદી વિસ્તાર પાસે 6 નકસલવાદીઓ ઠાર

તેલંગાણા અને છત્તીસગઢના સરહદી વિસ્તારોમાં પોલીસ અને CRPFના સંયુક્ત ઓપરેશનમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેલંગાણાના ભદ્રડી કોઠાગુડેમ જિલ્લાના એસપી સુનિલ દત્તે જણાવ્યું કે બંને રાજ્યોના સરહદી વિસ્તાર કિસ્તારામ પીએસ સીમાના જંગલ વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં તેલંગાણા પોલીસ, છત્તીસગઢ પોલીસ અને સીઆરપીએફના જવાનો સામેલ હતા

ઉલ્લેખનીય છે કે તેલંગણા અને છત્તીસગઠ વિસ્તાર નકસલવાદીઓથી સૌથી વધારે પ્રભાવિત છે, અવારનવાર નકસલીઓ સાથે અથડામણના સમાચાર આવે છે. નોંધનીય છે કે એક મહિના પહેલા રાજ્યના દંતેવાડા જિલ્લામાં શ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેની અથડામણમાં પાંચ લાખ રૂપિયાની કિંમતનો એક નક્સલી માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર ગીદામ પોલીસ સ્ટેશન હેઠળના જંગલમાં લગભગ 4 વાગ્યે થયું જ્યારે પોલીસ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ની નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ. દંતેવાડાના પોલીસ અધિક્ષક અભિષેક પલ્લવે જણાવ્યું કે માર્યા ગયેલા માઓવાદીની ઓળખ રામસુ કોરમ તરીકે થઈ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી એક 7.62 એમએમ પિસ્તોલ, પાંચ કિલો IED અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.