સર્વે/ ગામડાની 39.90% અને શહેરની 60.10% સ્ત્રીઓ ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી એ માન્યતાઓના આધારે નક્કી કરે છે : જાણો કેવી કેવી છે માન્યતા

સૂર્યદેવની પૂજા કરીને ખાલી પેટે કેળું ખાવાથી દીકરો અવતરી શકે તેવું 21.60% લોકો માને છે.

Trending Lifestyle
સર્વે

દીકરો દીકરી એક સમાનની વાતો વચ્ચે ઘણા લોકોમાં આજે એકવીસમી સદીમાં પણ ગર્ભમાં રહેલ બાળક દીકરો છે કે દીકરી તે અંગેના સંકેતો અને માન્યતાઓ પ્રવર્તે છે. આવા સંકેતો માત્ર ગ્રામ્ય વિસ્તાર અને અક્ષરજ્ઞાન ન ધરાવતા હોય તેમાં જ નહી પરંતુ શહેરી વિસ્તારમાં રહેતા અને ભણેલા લોકોમાં પણ જોવા મળે છે. આ અંગે તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવન દ્વારા હાથ ધરાયેલ એક સર્વેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. 18,555 લોકો પાસેથી  માહિતી એકત્ર કરવામાં આવી અને તેમના મંતવ્યો જાણવામાં આવ્યા. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ સર્વેમાં જોડાયા હતા. આ સર્વેમાં 77.70% સ્ત્રીઓ અને 22.30% પુરૂષો પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં 39.90% લોકો ગ્રામ્ય વિસ્તારના હતા અને 60.10% લોકો શહેરી વિસ્તારના હતા. જેની માહિતી નીચે મુજબ છે. ગામડાની મહિલા શહેર કરતા વધુ વૈચારિક સમૃદ્ધ હોય એવું પણ અનુભવાય છે.

સ્ત્રી જયારે ગર્ભવતી હોય ત્યારે ગર્ભમાં પુત્ર જ હશે એ વિશેના લોકો દ્વારા જાણાવેલ સંકેતો અને માન્યતાઓ નીચે મુજબ છે.

1.જો ગર્ભવતી સ્ત્રીનું પેટ વધુ ફૂલેલું હોય તો દીકરો જ હોઈ શકે તેવી માન્યતા 59.50% લોકો ધરાવે છે.

૨.ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનું મોઢું ચમકતું હોય તો દીકરો ગર્ભમાં છે તેવી માન્યતા 33.80% લોકોમાં જોવા મળી, જો ગર્ભવતી સ્ત્રીનું પેટ ડાબી તરફ વધેલું હોય તો ગર્ભમાં દીકરો છે તેવું 33.80% લોકો માને છે.

૩. માતાના વજનમાં સતત વધારો થવાથી ગર્ભમાં રહેલ બાળક દીકરો હોઈ શકે તેવું 32.40% લોકો માને છે, માતા કે સાસુનું પ્રથમ સંતાન દીકરો હોય તો ગર્ભવતી સ્ત્રીને પણ પહેલો દીકરો થવાની શક્યતાઓ છે તેવી માન્યતા 31. 10% લોકોમાં જોવા મળી.

4.ગર્ભવતી સ્ત્રીને ઉલટીઓ વધુ થાય તો ગર્ભમાં દીકરો છે તેવી માન્યતા 29. 70% લોકોમાં જોવા મળી, જો ગર્ભવતી સ્ત્રીને કેરી, કેળા,દહીં જેવી વસ્તુઓ ખાવાનું મન થાય તો દીકરો હોવો જોઈએ તેવી માન્યતા 25% લોકોમાં જોવા મળી.

૫. ડાબો પગ ભારે થઇ જાય તો દીકરો જન્મી શકે તેવી માન્યતા 25% લોકોમાં જોવા મળી, 21.60% લોકો એવી માન્યતા ધરાવે છે કે ગર્ભવતી સ્ત્રીને સારા સપનાઓ આવે છે કે ખરાબ? જો સારા સપના આવે તો દીકરો હોઈ શકે, જો પ્રથમ સંતાન દીકરી છે તો પતિ પત્ની દાન કરે તો બીજો દીકરો થવાની શક્યતાઓ વધી જાય છે તેવું 21.60% લોકોમાં જોવા મળ્યું.

6.સૂર્યદેવની પૂજા કરીને ખાલી પેટે કેળું ખાવાથી દીકરો અવતરી શકે તેવું 21.60% લોકો માને છે, ગર્ભવતી સ્ત્રી જો ચાલે ત્યારે તે ડાબો પગ પહેલા ઉપાડે છે તો દીકરો હોઈ શકે તેવી માન્યતા 20.90% માં જોવા મળી, વહેલી સવારે દૂધ સાથે દવા લેવાની જેથી દીકરો અવતરી શકે તેવું 18.20% લોકો માને છે.

7.ગર્ભવતી સ્ત્રીઓને મીઠાઈ જો બહુ ભાવે તો ગર્ભમાં દીકરો છે તેવી માન્યતા 17.60% લોકોમાં જોવા મળી.

8.રોજ એક સફરજન ખાવાથી ગર્ભમાં બાળક દીકરો હોય તેવી માન્યતા 16.20% લોકોમાં જોવા મળી.

9.ગર્ભવતી સ્ત્રીની નજર જો વધુ તેજ હોય તો ગર્ભમાં દીકરો છે તેવું 15.50% એ મત દર્શાવ્યો, ગર્ભાવસ્થા દરમિયાન ત્રીજા મહીને જો પતિના હાથે દૂધ સાથે દવા લેવામાં આવે તો દીકરો થઇ શકે તેવી માન્યતા 14.20% માં જોવા મળી.

આ પણ વાંચો : સમાચારની ઈફેક્ટ : સરકારે લીધો આ વિશેષ નિર્ણય અને લોકોએ માન્યો ‘મંતવ્ય ન્યૂઝ’નો આભાર