Mumbai/ યુગાન્ડાની મહિલાના શરીરમાંથી હેરોઈન અને કોકેઈન ભરેલી 64 કેપ્સ્યુલ કાઢવામાં આવી,કિંમત 3 કરોડ,જાણો વિગત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈન સાથે યુગાન્ડાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પાસેથી 49 કેપ્સ્યુલમાં 535 ગ્રામ હેરોઈન અને 15 કેપ્સ્યુલમાં પેક કરેલું 175 ગ્રામ કોકેઈન મળી આવ્યું છે

Top Stories India
16 યુગાન્ડાની મહિલાના શરીરમાંથી હેરોઈન અને કોકેઈન ભરેલી 64 કેપ્સ્યુલ કાઢવામાં આવી,કિંમત 3 કરોડ,જાણો વિગત

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હેરોઈન સાથે યુગાન્ડાની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. મહિલા પાસેથી 49 કેપ્સ્યુલમાં 535 ગ્રામ હેરોઈન અને 15 કેપ્સ્યુલમાં પેક કરેલું 175 ગ્રામ કોકેઈન મળી આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી.મહિલાના કબજામાંથી મળી આવેલા હેરોઈન અને કોકેઈનની કિંમત ગેરકાયદે બજારમાં આશરે 3 કરોડ રૂપિયા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ડ્રગ્સ તેના શરીરની અંદર હતું, જેના માટે મહિલાને ભાયખલાની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

અગાઉ મળેલી માહિતીના આધારે એક ઓપરેશન દરમિયાન 28 મેના રોજ મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે અમને યુગાન્ડાથી એક શંકાસ્પદ મહિલા મુંબઈ આવી રહી હોવાની માહિતી મળી હતી. મહિલાની ઓળખ કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે મહિલાના સામાનની શોધખોળમાં પણ કંઈ મળ્યું નથી. પરંતુ સ્કેનિંગ ટેસ્ટમાં જાણવા મળ્યું કે મહિલાના શરીરમાં પણ ડ્રગ્સ છુપાયેલ હોઈ શકે છે. સતત પૂછપરછ બાદ તેણે શરીરની અંદર ડ્રગ્સ હોવાની વાત સ્વીકારી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.