Not Set/ ૬૬ કે.વી.સબ સ્ટેશન ઓલપાડના વેલુક ગામે પાંચ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં 

ઓલપાડ તાલુકાના વેલુક ગામે પાંચ વર્ષ પહેલા ગેલકો કંપનીએ સ્થાનિક વિસ્તારના લોકોની માંગણીને લઇને વીજ પુરવઠો બોલો પાડવા તેમજ ઓલપાડ સબ સ્ટેશન ઉપર વીજ લોડનું ભારણ

Gujarat Trending
olpad sub station 1 ૬૬ કે.વી.સબ સ્ટેશન ઓલપાડના વેલુક ગામે પાંચ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં 

સંજય મહંત, સુરત @મંતવ્ય ન્યૂઝ

ઓલપાડ તાલુકાના વેલુક ગામે પાંચ વર્ષ પહેલા ગેલકો કંપનીએ સ્થાનિક વિસ્તારના લોકોની માંગણીને લઇને વીજ પુરવઠો બોલો પાડવા તેમજ ઓલપાડ સબ સ્ટેશન ઉપર વીજ લોડનું ભારણ ઘટાડવા માટે ઉભા કરવામાં આવેલા ૬૬ કે.વી સબ સ્ટેશનનું કામ બે વર્ષથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં કરોડો રૂપિયાનું આંધણ કરીને કહેવાતી વિકાસશીલ સરકારમાં ઉર્જા વિભાગ અને અન્ય વિભાગોના તાલમેલના અભાવને કારણે આ સબ સ્ટેશન ચાલુ કરવાનો કે પછી ઉદ્ઘાટન કરવાનો સરકારના ઊર્જા વિભાગને સમય મળ્યો નથી. જેથી આ વિસ્તારના વીજ પુરવઠો મેળવવા માગતા સેંકડો ગ્રાહકો વીજ કનેક્શન થી વંચિત રહી ગયા છે.

olpad sub station 2 ૬૬ કે.વી.સબ સ્ટેશન ઓલપાડના વેલુક ગામે પાંચ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં 

અંગે સહકારી અગ્રણી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રી અને ઉર્જા વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી સબ સ્ટેશન ચાલુ કરવા માટે અપીલ કરી છેઆ અંગે સાયણ સુગરના ડિરેકટર અને ખેડૂત સહકારી અગ્રણી દર્શન નાયક દ્વારા ગુજરાતના સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને લેખિતમાં રજૂઆત કરી સબ સ્ટેશન તાકીદે શરૂ કરવા માટે વિનંતી કરી છે.

વધુમાં સને ૨૦૧૨ માં ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના દાંડી. છીડી . પીંજરત આડમોર અને લવાછા તેમજ વેલુક ગામના ખેડૂતોને ઓલપાડ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેમજ ફીડરો ની લંબાઈ વધુ હોય ઓવરલોડ ઓછો કરવા માટે વેલુક ગામે નવુ સબ સ્ટેશન ઉભુ કરવા માટે નવસારીની ગેલકો કંપનીને રૂપિયા ૧૨ કરોડના સૂચિત ખર્ચથી કામગીરી સોંપવામાં આવી હતી ગેલકો કંપનીએ સને 2015માં એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરી દીધી હતી.

olpad sub station 3 ૬૬ કે.વી.સબ સ્ટેશન ઓલપાડના વેલુક ગામે પાંચ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં 

પરંતુ પાંચ વર્ષથી આ સબસ્ટેશન તૈયાર હોવા છતાં સરકારી વિભાગોમાં તાલમેલના અભાવે આ સબસ્ટેશન અને ચાલુ કરવામાં આવ્યું નથી સ્થાનિક વિસ્તારના લોકો ભૂતકાળમાં લોક દરબાર તેમજ સુરત કલેકટર ને આ સબસ્ટેશન કેમ ચાલુ કરવામાં નથી આવ્યું એ અંગેનો પ્રશ્ન પણ પૂછ્યો હતો છતાં પણ ઉકેલ આવી શક્યો નથી, અને માત્ર ગણ્યાગાંઠયા લોકોના કારણે સ્થાનિક વિસ્તારની પ્રજાને પરેશાની ભોગવવી પડી રહી છે.

નોંધનીય છે કે આ વિસ્તારના કન્ઝ્યુમર્સ નવા કનેક્શન માટે અરજી રજીસ્ટર કરાવવા માટે જાય ત્યારે સ્થાનિક અધિકારીઓ અડધી સ્વીકારતા નથી અને ઓવરલોડ હોવાનું કારણ આગળ ધરી કન્ઝ્યુમર્સને રવાના કરી દેતા હોય છે ત્યારે સબસ્ટેશન બનીને તૈયાર હોવા છતાં વિકાસના ગાણાં ગાતી ગુજરાતની કહેવાતી વિકાસશીલ સરકારના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રી રૂપાણી આ મામલે વિભાગને સબ સ્ટેશન ચાલુ કરવા માટે ક્યારે આદેશો આપે છે એ જોવાનું રહે છે.

majboor str 9 ૬૬ કે.વી.સબ સ્ટેશન ઓલપાડના વેલુક ગામે પાંચ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં