દુર્ઘટના/ બંગાળમાં મૂર્તિ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જવાથી 7 લોકોના મોત

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે સાત લોકોના મોત થયા છે.

Top Stories India
19 બંગાળમાં મૂર્તિ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જવાથી 7 લોકોના મોત

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં દુર્ગા પૂજાના વિસર્જન દરમિયાન નદીમાં પાણીનું સ્તર અચાનક વધવાને કારણે સાત લોકોના મોત થયા છે. ઘટના બુધવારે સાંજે જલપાઈગુડી જિલ્લાની માલ નદીની છે. અહીં અનેક લોકો માલ નદીમાં વિસર્જન માટે આવ્યા હતા. અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું. આવી સ્થિતિમાં લોકો ત્યાં અટવાઈ ગયા અને જોતા જ 7નું ડૂબી જવાથી મોત થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે  ઘણા લોકો મૂર્તિ વિસર્જન માટે નદીમાં ઉતર્યા હતા. પરંતુ પછી અચાનક નદીનું જળસ્તર વધી ગયું, મોજા એટલા ઝડપથી ઉછળ્યા કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બાદમાં અધિકારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી એ સમય દરમિયાન  7 લોકોના મોત થયા હોલાની પુષ્ટિ થઇ હતી.