આણંદઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું છે. તેમા આણંદ જિલ્લામાં 74.63 ટકા પરિણામ જાહેર થયું છે. આણંદ જિલ્લામાં 24,680 વિદ્યાર્થીઓમાં 24,412 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 547 વિદ્યાર્થીઓ A1ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે 1845 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 3,104 અને B2 ગ્રેડમાં 4,503 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.
જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં આવે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સાઇટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ