Not Set/ 74 વર્ષીય મહિલાએ ગુજરાતીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી, હવે તે પીએચડી નો અભ્યાસ કરવા માગે છે

ગુજરાતના 74 વર્ષીય મહિલા રેમિલાબેન શુક્લાએ સાબિત કર્યું છે કે વય ફક્ત એક નંબર માત્ર જ છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે નવી વસ્તુઓ શીખી શકે છે. અહીં રમિલાબેન શુક્લાની એક પ્રેરણાદાયી સિદ્ધિની વાર્તા છે,  જેમણે અમદાવાદમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ (એમએ) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિ પર પૂછવા […]

Top Stories Gujarat
convocation 7591 74 વર્ષીય મહિલાએ ગુજરાતીમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી, હવે તે પીએચડી નો અભ્યાસ કરવા માગે છે

ગુજરાતના 74 વર્ષીય મહિલા રેમિલાબેન શુક્લાએ સાબિત કર્યું છે કે વય ફક્ત એક નંબર માત્ર જ છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે નવી વસ્તુઓ શીખી શકે છે.

અહીં રમિલાબેન શુક્લાની એક પ્રેરણાદાયી સિદ્ધિની વાર્તા છે,  જેમણે અમદાવાદમાં આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટસ (એમએ) ની ડિગ્રી પ્રાપ્ત કરી છે.

આ સિદ્ધિ પર પૂછવા બદલ રમિલાબેન એક અહેવાલમાં જણાવે છે કે ,

જ્યારે હું નાની હતી ત્યારે હંમેશા વધુ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ કુટુંબ અને સામાજિક જવાબદારીઓને કારણે, હું તે સ્વપ્ન સાકાર કરી શકી નહોતી. હવે જ્યારે હું મારી બધી જ જવાબદારીઓથી મુક્ત છું, ત્યારે મેં મારા સ્વપ્નને પૂર્ણ કર્યું છે.”

રમીલા બહેન વર્ષ 1965 માં સ્નાતક થયા હતા, રમિલાબેન હંમેશા “તેમના છેલ્લા શ્વાસ સુધી શિક્ષણની શોધ” ચાલુ રાખવા ઈચ્છે છે.

ગુજરાત રાજ્યના રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ રમિલાબેનની આ સિદ્ધિ પર જણાવ્યું હતું કે,

રમિલાબેન જેવા લોકો સમાજ માટે એક દાખલો છે કે શિક્ષણ મેળવવાની ધગશ રાખનારને કોઈ પણ અવરોધ નથી.”

37 વર્ષ પછી, 64 વર્ષની ઉમરે આર.આર શાહે પીએચડી ની ડીગ્રી પૂર્ણ કરી:

37 વર્ષ પછી, સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ભૂતપૂર્વ મુખ્ય પ્રિન્સીપાલ આર.આર. શાહે કોમર્સમાં તેમની પીએચડી મેળવી હતી

શા માટે 37 વર્ષ પછી?

ત્યારે તેમને જણાવ્યું હતું કે,

મેં(આર.આર. શાહ) મારી નોકરી સાથે 1980 માં પીએચડી શરૂ કરી હતી પરંતુ કમનસીબે મારા માર્ગદર્શક મૃત્યુ પામ્યા હતા અને હું તે ડીગ્રી પૂર્ણ કરી શક્યો નહોતો. ત્યારબાદ મેં ઘણા પ્રયત્નો કાર્ય હતા કે મને કોઈ યોગ્ય માર્ગદર્શક મળે પરંતુ હું તેમાં નિષ્ફળ નીવડ્યો હતો અંતે મને વી.એમ. વાનર માર્ગદર્શક તર્રીકે મળ્યા અને મેં મારી ડીગ્રી પૂર્ણ કરી હતી.

61 વર્ષની વયે મેળવી ઇન્ડોલોજી કલ્ચરમાં પીએચડી ડિગ્રી:

અન્ય વરિષ્ઠ ઉમેદવારોની સાથે, 61 વર્ષના સુભાષ બ્રહ્મભટ્ટે ઈન્ડોલોજી કલ્ચરમાં તેમની પીએચડી ડિગ્રી મેળવી હતી. બ્રહ્મભટ્ટ, કે જે અમદાવાદમાં એચ.કે. આર્ટસ કોલેજનાં પ્રિન્સિપાલ છે.

તેમણે તેની સિદ્ધિ પર કહ્યું હતું કે,

મારું માનવું છે કે વિદ્યાર્થીઓને આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિશે શીખવવા પહેલાં આપણે તેમને તેના સક્ષમ બનાવવાની જરૂર છે.” આ ડોક્ટરેટની સાથે, મારા પ્રયત્નો વિદ્યાર્થીઓમાં જ્ઞાન ફેલાવવા અને વધારવા માટે સમર્પિત હશે.