Not Set/ 7th Pay Commission/ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. ત્યારે બોનસ કે ભેટ મળવાની આશા દરેક કર્મચારી રાખે છે. ત્યારે જો તેમને મન ગમતી ભેટ મળી જાય તો તેઓની ખુશીમાં વધારો થઇ જાય છે. ત્યારે આવી જ એક ભેટ સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા મળી છે. કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચની […]

Top Stories India
826183 7th pay commission 7th Pay Commission/ મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. ત્યારે બોનસ કે ભેટ મળવાની આશા દરેક કર્મચારી રાખે છે. ત્યારે જો તેમને મન ગમતી ભેટ મળી જાય તો તેઓની ખુશીમાં વધારો થઇ જાય છે. ત્યારે આવી જ એક ભેટ સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા મળી છે.

કેન્દ્ર સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનાં સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણો અનુસાર તમામ ભથ્થાની ચુકવણીની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. કર્મચારીઓને આ ચુકવણી 31 ઓક્ટોબર 2019 થી મળશે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે થોડા દિવસો પહેલા મોંઘવારી ભથ્થું અને પરિવહન ભથ્થા અંગે મોટો નિર્ણય લીધો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કર્યા બાદ હવે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA) માં વધારો કરવામાં આવ્યો છે. સરકારનાં તાજેતરનાં નિર્ણય બાદ કર્મચારીઓનો પગાર 810 રૂપિયાથી વધારીને 4,320 રૂપિયા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કર્મચારીઓને તેમના ઘર અને ફરજ પર આવવા માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (ટી.એ.) આપવામાં આવે છે. જણાવી દઇએ કે પોસ્ટિંગનાં શહેર અનુસાર કર્મચારીઓ દ્વારા પ્રાપ્ત પરિવહન ભથ્થું સરકાર નક્કી કરે છે. નોંધપાત્ર વાત એ છે કે સાતમા પગારપંચ અનુસાર મોટા શહેરો માટે લઘુતમ પરિવહન ભથ્થું રૂ. 1,350 છે અને મહત્તમ ભથ્થું 7,200 રૂપિયા છે. બીજી બાજુ, નાના શહેરો માટે લઘુતમ પરિવહન ભથ્થું (ટીએ) 900 રૂપિયા અને મહત્તમ ભથ્થું 3,600 રૂપિયા છે. કર્મચારીઓનાં માસિક પગાર સાથે આ પરિવહન ભથ્થું આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.