Stock Market/ શેરબજારમાં આજે સારી શરૂઆત બાદ બજાર કડાકા સાથે તૂટયું, સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ઘટ્યો

ભારતીય શેરબજારના આજના કારોબારમાં બેન્કિંગ, મિડકેપ અને સરકારી કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું.

Top Stories Business
YouTube Thumbnail 2 1 શેરબજારમાં આજે સારી શરૂઆત બાદ બજાર કડાકા સાથે તૂટયું, સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ઘટ્યો

ભારતીય શેરબજાર માટે મંગળવારે સારી શરૂઆત થયા બાદ બજાર કડાકા સાથે તૂટ્યું. બંધ થવાના સમયે સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ નીચે ગગડ્યો. આજે રોકાણકારો માટે મંગળનો દિવસ અમંગળ સાબિત થયો. આજે બેન્કિંગ, મિડકેપ અને સરકારી કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. આજના સેશનમાં સ્મોલ કેપ શેરોમાં ખરાબી જોવા મળી છે. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 1053 પોઈન્ટ ઘટીને 70,370 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટના માર્કેટ કેપમાં રૂ.8 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. ફાર્મા શેર્સે બજારને અંકુશ રાખાનો પ્રયાસ કર્યો છતાં બાકીના સેક્ટરમાંથી સમર્થન ના મળી શકતા બંધ થવાનો સમયે મોટો ઘટાડો જોવા મળ્યો.

આ શેર્સમાં થયો ઘટાડો

આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 2.26 ટકા અથવા 1043 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરના શેરો જ ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર લીલા નિશાનમાં જ્યારે 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા. ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે. એક ડોલર સામે રૂપિયો 8 પૈસા નબળો પડ્યો અને 83.15 રૂપિયા પર બંધ થયો.

રોકાણકારોને આજે મોટું નુકસાન

શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 366.04 લાખ કરોડ હતી જે અગાઉના સત્રમાં રૂ. 374.38 લાખ કરોડ હતી. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.34 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં સન ફાર્મા 4.05 ટકા, ભારતી એરટેલ 3.37 ટકા, ICICI બેન્ક 2.10 ટકા, પાવર ગ્રીડ 0.27 ટકા, બજાજ ફિનસર્વ 0.13 ટકાના વધારા સાથે બંધ થયા છે. BSE પર ઉપલબ્ધ વિગતો અનુસાર આજે 4067 શેરનું ટ્રેડિંગ થયું હતું, જેમાંથી 938 વધ્યા, 2991માં ઘટાડો અને 138 યથાવત રહ્યા હતા. જ્યારે 468 શેર એક વર્ષની ટોચે અને 36 શેર એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા હતા. આ સિવાય 11 શેર અપર સર્કિટમાં અને 7 શેર લોઅર સર્કિટમાં આવ્યા હતા.

IPO છે મલ્ટિબેગર

બજાર બંધ થવાના સમયે ઘટાડો જોવા મળ્યો. જો કે રોકાણકારોને આ કંપનીના આઈપીઓમાં વધુ લાભ થયો છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયાના માત્ર બે મહિનાની અંદર, રિન્યુએબલ એનર્જી સેક્ટર સાથે સંકળાયેલ સરકારી માલિકીની NBFC કંપની IREDA ના સ્ટોકે તેના રોકાણકારોને 365 ટકાનું મલ્ટિબેગર વળતર આપ્યું છે. IREDA નવેમ્બર 2023 માં રૂ. 32 ની ઇશ્યૂ કિંમતે IPO લઈને આવી હતી અને સ્ટોક 29 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:CTET Test/CBSE સ્કૂલમાં ટીચરની જોબ્સની ભારે માંગ, 22 લાખે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપી

આ પણ વાંચો:MINOR GIRL SUICIDE/સુરતમાં કિશોરીએ કરી આત્મહત્યા, પરિવારનું એક માત્ર સંતાન