કોરોના/ ઉત્તરાખંડમાં જવાહર નવોદય વિધાલયના 82 વિધાર્થીઓ કોરોના સંક્રમિત

શનિવારે ભવાલી-અલમોડા હાઇવે પર સ્થિત ગંગરકોટ સુયલબારીની જવાહર નવોદય વિદ્યાલયમાં 82 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા.

Top Stories India
utarakhand ઉત્તરાખંડમાં જવાહર નવોદય વિધાલયના 82 વિધાર્થીઓ કોરોના સંક્રમિત

શનિવારે ભવાલી-અલમોડા હાઇવે પર સ્થિત ગંગરકોટ સુયલબારીની જવાહર નવોદય વિદ્યાલયમાં 82 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા સોનગાંવમાં તૈનાત શિક્ષકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.બુધવાર અને ગુરુવારે, 11 વિદ્યાર્થીઓ સાથે શાળાના પ્રિન્સિપાલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેઓને અલગ-અલગ હોસ્ટેલમાં રાખવામાં આવ્યા છે. ડોકટરોની ટીમ દ્વારા તેમની દેખરેખ કરવામાં આવી રહી છે. સીએચસી ગરમપાણીના કોવિડ સેમ્પલ ઈન્ચાર્જ મદન ગીરી ગોસ્વામીએ જણાવ્યું કે શાળાના 82 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 70 ટકા શાળાના બાળકો તાવ, ઉધરસ અને નાક બંધ થવાથી પીડાય છે.

રાપરવી સોનગાંવમાં તૈનાત અન્ય શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે. વિસ્તારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકતમાં આવી છે.  વહીવટીતંત્ર વિસ્તારમાં વધતા ચેપને રોકવા માટે લોકોને માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર બનાવવા વિશે પણ જાગૃત કરી રહ્યું છે. કોશ્યકુતૌલીના એસડીએમ રાહુલ સાહનું કહેવું છે કે નવોદય વિદ્યાલયને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

જવાહર નવોદય વિદ્યાલય છાત્રાલયમાં રહેતા 450 બાળકોના સેમ્પલ લીધા બાદ 85 બાળકો પોઝીટીવ મળી આવ્યા છે. ફરી એકવાર બાળકોના સેમ્પલિંગ કરવામાં આવશે. પરીક્ષાના પરિણામો આવ્યા બાદ બાળકોને ઘરે મોકલી દેવામાં આવશે.શાળાને સત્વરે બંધ કરવાના આદેશ આપ્યા છે.