Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત છેલ્લા 24 કલાકમાં 828નાં મોત

મહારાષ્ટ્રમાં 828ના માેત

India
kakaankdsnvdn મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ યથાવત છેલ્લા 24 કલાકમાં 828નાં મોત

કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રમાં કહેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે.પ્રતિદિન 60 હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે.મૃત્યુંઆંક પણ વધી રહ્યો છે એક સારી વાત એ છે કે રિકવરીનો દર પણ વધી રહ્યો છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 62,919 લોકો કોરોના સંક્રમિત થયા છે અને 828 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી મોતનો કુલ આંકડો વધીને 68813 થઇ ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાથી  મૃત્યુદર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 62 હજારથી વધુ કેસો આવ્યા છે અને 828ના મોત થયાં છે.  રાજ્યમાં ગુરૂવારે 771 લોકોના મોત થઇ હતી.આ મામલે અધિકારીઓનું કહેવું છે કે 771ની થયેલી મોતમાં 383 લોકોની મોત 48 કલાક પહેલા થઇ ગઇ હતી.પરતું તેની ગણતરી ગુરૂવારમાં કરવામાં આવી હતી.જયારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2.90 લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી,જે ગઇકાલના મુકાબલામાં 1994 વધારે સેમ્પલની તપાસ કરવામાં આવી છે.હજીપણ મહારાષ્ટ્રમાં કોરોનાના નવા સંકેરમિત કેસો આંશિક ઘટીયા છે.