ગુજરાત/ 887 કરોડનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ મુકાયું

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા પ્રાઈમરી એજ્યુકેશન ફન્ડ નું વર્ષ 2022-23 નું કુલ 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું.

Gujarat Others
IMG 20220107 WA0004 887 કરોડનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ડ્રાફ્ટ બજેટ મુકાયું

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા પ્રાઈમરી એજ્યુકેશન ફન્ડ નું વર્ષ 2022-23 નું કુલ 887 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. જેમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને ડે. ચેરમેન સહીત તેમજ સભ્યો હાજર રહ્યા હતા.

૨૦૨૨-૨૩નું રૂ.૮૮૭ કરોડ નું ડ્રાફ્ટ રજૂ કરવા માં આવ્યુ જે બજેટમાં ગત વર્ષના બજેટ કરતા રૂ ૧૨૨ કરોડ નો વધારો સુચવાયો હતો. મૂળ ડ્રાફ્ટ બજેટમાં મુકવામાં આવેલા પ્રવૃતિ પર નજર કરીએ તો ફિટ ઇન્ડિયા અંતર્ગત ને શાળાઓને રમતગમત ના અત્યાધુનિક સાધનો આપવામાં આવશે, બાળક તંદુરસ્ત  નો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. સ્કૂલ ઓફ એક્સલેન્સ ના અમલીકરણ નું આયોજન તેમજ ટેકનોલોજી થી સજ્જ અનુપમ શાળાઓ ના નિર્માણ નું આયોજન અને ફાયર સેફટી અને આર ઓ પાણી માટે ૧૦ કરોડ ની જોગવાઈ સાથે ડ્રાફ્ટ બજેટ મંજુર કરવામાં આવ્યું જે આવનાર દિવસમાં સુધારા સાથે નું ફાઇનલ બજેટ મુકવામા આવશે.