Vadodara/ વાઘોડિયામાં પાર્ટી માળતા 9 નબીરા નશાની હાલતમાં ઝડપાયા

વડોદરા વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા હોવાની ઘટના સામે આવતા શહેર સહિત રાજ્યભરમા ચર્ચાનો વિષય જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સભ્ય નગરીનાં બિરુદને ધારણ કરી બેઠેલા વડોદરા શહેરમાં ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગલા નંબર- 92 માં પાર્ટી યોજાઈ હતી. 

Gujarat Vadodara
vadodara વાઘોડિયામાં પાર્ટી માળતા 9 નબીરા નશાની હાલતમાં ઝડપાયા

વડોદરા વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા હોવાની ઘટના સામે આવતા શહેર સહિત રાજ્યભરમા ચર્ચાનો વિષય જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સભ્ય નગરીનાં બિરુદને ધારણ કરી બેઠેલા વડોદરા શહેરમાં ઓરબીટ 99 બંગ્લોઝમાં બંગલા નંબર- 92 માં પાર્ટી યોજાઈ હતી.

પાર્ટીમાં છાગટા થઇને ભાન ભૂલેલા નાચગાન સાથે દારૂની મહેફિલ માણી રહેલા યુવક અને યુવતીઓને પોલીસે દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે છ યુવકો સહિત ત્રણ યુવતીઓએ આ મહેફિલ – પાર્ટી યોજી હતી. વાઘોડિયા પોલીસે પાર્ટીનાં રંગમાં ભંગ પાડ્યો અને બ્રીઝા કાર, BMW, 9 મોબાઈલ ફોન  સહિત અઘઘઘ 17.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શહેરનાં નબીરાઓ દ્વારા યોજવામાં આવેલી દારુની મહેફિલમાંથી પોલીસે 4 ઊંચી બ્રાન્ડની દારૂની બોટલ પણ જપ્ત કરી છે. તમામ ખાનદાની નબીરાઓ વડોદરા શહેરના રહેવાસી છે…

આ નબીરાની પાર્ટીમાં પોલીસે પાડ્યો ભંગ

1. તરીત આલોક શ્રીવાસ્તવ
2. સિદ્ધાર્થ વિનોદ ચૌધરી
3. જય સુનિલભાઈ શાહ
4. કાર્તિક ભગવાનજી પટેલ
5. અનુજ પ્રવીણભાઈ સેહગલ
6. સિમરન જયેશભાઈ ત્રિલોકભાઈ જૈન
7. મેશ્વા નિકુલભાઇ કનુભાઈ પટેલ
8. સોમીયા પંકજ આર એન અગ્રવાલ
9. જયસિંહ અર્જુનસિંહ દરબાર
તમામ વડોદરા શહેરના રેહવાશી

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ પણ – Vadodara: વાઘોડિયામાં નશાની હાલતમાં નબીરા ઝડપાયા | Drunkards | Arrested

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…