Covid-19/ ઓમિક્રોનથી સંક્રમિત 9 દર્દીઓ થયા ઠીક, રિપોર્ટ આવ્યો નેગેટિવ

ડોક્ટર્સે તેમને સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટિનમાં રહેવાની સલાહ આપી છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે તેમને કોઇ લક્ષણો નથી. તેમનું લોહી, સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ નોર્મલ છે.

Top Stories India
ઓમિક્રોનથી ઠીક થયા દર્દી

ઓમિક્રોનને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે રાજસ્થાનમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. અધિકારીએ જણાવ્યું, જયપુરનાં તમામ 9 ઓમિક્રોન સંક્રમિત દર્દીઓનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેમને RUHS હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો – વધુ એક મુસિબત / તૈયાર રહો વધુ એક ઝટકા માટે, આવતા વર્ષથી હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી શકે છે મોંઘી

રાજ્યનાં આરોગ્ય વિભાગે જણાવ્યું કે, ડોક્ટર્સે તેમને સાત દિવસ સુધી હોમ ક્વોરેન્ટિનમાં રહેવાની સલાહ આપી છે. તે સંપૂર્ણ સ્વસ્થ છે અને હવે તેમને કોઇ લક્ષણો નથી. તેમનું લોહી, સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ નોર્મલ છે. આરોગ્ય મંત્રી પરસાદી લાલ મીણાએ કહ્યું કે, નવા વેરિઅન્ટનાં સમાચાર સામે આવ્યા બાદ વિભાગ ખૂબ જ સાવચેત છે. મીનાએ કહ્યું, “જિનોમ સિક્વન્સિંગનાં રિપોર્ટ પછી, ચેપગ્રસ્ત લોકોને RUHS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ચેપગ્રસ્ત દર્દીઓનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું.” નવ દર્દીઓમાંથી, ચારને બપોરે રજા આપવામાં આવી હતી અને બાકીનાં પાંચનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સાંજે રજા આપવામાં આવી હતી. ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે, પરંતુ તે ઘાતક નથી.

આ પણ વાંચો – Katrina Kaif And Vicky Kaushal Wedding / લાખો પ્રતિબંધો બાદ પણ ફરાહ ખાને શેર કર્યો હોટલની અંદરનો વીડિયો, કરણ જોહર ડાન્સ કરતો જોવા મળ્યો

સવાઈ માન સિંહ મેડિકલ કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારીએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટમાં ઉચ્ચ ટ્રાન્સમિશન કાર્યક્ષમતા છે, પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ જેટલુ ઘાતક નથી. તેમણે કહ્યું, “ઓમિક્રોન વેરિઅન્ટ પર હાલમાં સંશોધન ચાલી રહ્યું છે. આ ચેપ ઝડપથી ફેલાય છે, પરંતુ તે ડેલ્ટા વેરિઅન્ટ જેટલો જીવલેણ નથી. જો કોવિડ રસીનાં બન્ને ડોઝ લેવામાં આવે તો તેની અસર ઓછી થશે.” આ પહેલા રવિવારે આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે, રાજસ્થાનનાં જયપુરમાં કોવિડ-19 ઓમિક્રોન વેરિઅન્ટનાં કુલ નવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, 34 લોકો (દક્ષિણ આફ્રિકાનાં પરિવાર અને તેમના સંપર્કો) નાં સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા અને નવ ઓમિક્રોન માટે પોઝિટિવ સામે આવ્યા હતા. બાકીનાં 25 લોકોનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.