Not Set/ વડોદરાનાં એક પોલીસ સ્ટેશનમાં 9 વર્ષનો બાળક બન્યો એક દિવસનો PSI

વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં એક 9 વર્ષનાં બાળકને એક એવુ પદ મળ્યુ કે જેને મેળવવા માટે આજે નવયુવાનો સપના જોતા હોય છે. જણાવી દઇએ કે, વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આ 9 વર્ષનાં બાળકે પીએસઆઇનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે તેણે માત્ર એક દિવસ માટે જ આ ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન પોલીસ કર્મીઓએ તેને […]

Gujarat Vadodara
vadodara child psi વડોદરાનાં એક પોલીસ સ્ટેશનમાં 9 વર્ષનો બાળક બન્યો એક દિવસનો PSI

વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં એક 9 વર્ષનાં બાળકને એક એવુ પદ મળ્યુ કે જેને મેળવવા માટે આજે નવયુવાનો સપના જોતા હોય છે. જણાવી દઇએ કે, વડોદરામાં આવેલા જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં આ 9 વર્ષનાં બાળકે પીએસઆઇનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે તેણે માત્ર એક દિવસ માટે જ આ ચાર્જ સંભાળ્યો હતો. દરમિયાન પોલીસ કર્મીઓએ તેને સેલ્યુટ કરી એટલુ જ સન્માન આપ્યુ જેટલુ મોટા અધિકારીને અપાય છે.

vadodara psi child વડોદરાનાં એક પોલીસ સ્ટેશનમાં 9 વર્ષનો બાળક બન્યો એક દિવસનો PSI

વડોદરાની એક પોલીસ સ્ટેશનમાં એક બાળકને PSI નો ચાર્જ મળતા તેને પોલીસ કર્મીઓએ સેલ્યુટ કરી સન્માન આપ્યુ હતુ. તેને જોઇ થોડી ક્ષણ માટે તમને ફિલ્મ સિંઘમનાં અજય દેવગન યાદ આવી જશે. મોઢા પર મોટા ચશ્મા અને હાથમાં સ્ટીક રાખી આ બાળકે પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યો. શાનથી ખુરશીમાં બેઠેલા આ નવા પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ લંખી કુમાર છે.

એક દિવસનાં PSI બનાવવા પાછળ શું છે કારણ

પોલીસ સ્ટેશનમાં ચાર્જ સંભાળ્યા બાદ આ બાળ PSI એ પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાં પેટ્રોલિંગ પણ કર્યુ. આપને જણાવી દઇએ કે, લંખી કુમાર એક ખતરનાક અસાધ્ય બિમારીથી પીડાઇ રહ્યો છે, જેનુ સપનું મોટા થઇને પોલીસ અધિકારી બનવાનુ હતુ. જેને વડોદરા પોલીસે પૂરુ કર્યુ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.