Kalol News:કલોલ શહેરમાં વિકાસકાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, પરંતુ તેની સાથે જ કોન્ટ્રાક્ટરોની બેદરકારી પણ સામે આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 5માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ચાલી રહેલા ગટર લાઇનના ખોદકામ દરમિયાન પાણીની ભૂગર્ભ લાઇન તૂટી જવાથી રોડ પર પાણી ભરાઈ ગયું હતું. આ કાદવ-કીચડ વાળા રોડ પરથી પસાર થતાં 28 વર્ષીય યુવાન જીતુ લક્ષ્મણ બુનકરનો પગ લપસી જતાં તેનું મોત નીપજ્યું હતું.

GUDC ના કોન્ટ્રાક્ટર પર લાગ્યા ગંભીર આક્ષેપો
ઘટનાની વિગતો અનુસાર, કલોલના નરનારાયણ સોસાયટી વિભાગ-1માં રહેતા અને મૂળ રાજસ્થાનના જીતુ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાણી અને કાદવના કારણે તેમનો પગ લપસી ગયો. ગંભીર ઈજાઓ થવાથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.કલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપ કાઉન્સિલર તિમિર જેસ્વાલે આ ઘટના પર આકરા પ્રતિભાવ વ્યક્ત કર્યા છે.

તેને આરોપ લગાવ્યો કે, GUDCના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે. ખોદકામ દરમિયાન લોકોની સલામતી માટે રોડ પર બેરિકેટ્સ લગાવવા અને અન્ય સુરક્ષા પગલાં લેવા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે તેના પર ધ્યાન આપ્યું નહીં. વધુમાં, પાણીની લાઇન તૂટ્યા બાદ છૂટતા પાણીને સ્ટોર્મ વોટર લાઇનમાં વાળવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, જેનું પાલન કરવામાં આવ્યું નહીં. પરિણામે સમગ્ર વિસ્તારના રોડ પાણીથી ભરાઈ ગયા અને કાદવ જામ્યો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
આ ગંભીર ઘટનામાં કંપનીના GUDCના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે, અને અમે પીડિત પરિવારને ટેકો આપવા માટે તેમની સાથે ઉભા રહીશું. જ્યારે વિકાસ ચાલી રહ્યો છે, ત્યારે કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે ક્યારેક યુવાનોના જીવ પણ જાય છે. આ કિસ્સામાં, કલોલમાં ગટર લાઇનના ખોદકામ દરમિયાન, ભૂગર્ભ પાણીની લાઇન તૂટી ગઈ, જેના કારણે યુવાન લપસી પડ્યો અને પડી ગયો.
આ પણ વાંચો:કલોલમાં 6 મહિનાના બાળકનું અજાણી મહિલાએ કર્યું અપહરણ
આ પણ વાંચો:કલોલમાં રિક્ષાચાલકે 5 મહિલા હોમગાર્ડ પર કર્યો એસિડ એટેક, આરોપી ઝડપાયો
આ પણ વાંચો:કલોલમાં કાર ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લેતાં નિપજ્યું મોત
