Rajkot News/ સિંગતેલના ભાવમાં વધારો, ખંભાળિયા APMCની શુદ્ધ તેલની આગવી પહેલ

રાજકોટ માર્કેટમાં સિંગતેલ Sing Tel ના ભાવમાં વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલ સસ્તું થયું છે. કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થતાં ભાવમાં ઉછાળો આવ્યો છે.

Top Stories Gujarat Rajkot Breaking News
Sing Tel

Rajkot News: ગુજરાતમાં રસોઈના તેલ તરીકે લોકપ્રિય સિંગતેલ (મગફળીનું તેલ) અને કપાસિયા તેલના વપરાશમાં લોકોની પસંદગી વધુ રહે છે. જોકે, આ તેલોના ભાવમાં સતત વધઘટ જોવા મળતી રહે છે. તાજેતરમાં સિંગતેલના (Sing Tel) ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલ (Cottonseed oil) માં ઘટાડો જોવા મળ્યો હતો. રાજકોટ માર્કેટ (Rajkot Market) માં 18 ડિસેમ્બર 2025ના રોજ સિંગતેલ (Sing tel) ના 15 કિલો ડબ્બાનો ભાવ ₹2555થી ₹2605 સુધી પહોંચ્યો હતો, જેમાં ₹15નો વધારો થયો. તે જ સમયે કપાસિયા તેલમાં ₹30નો ઘટાડો થઈને ડબ્બાનો ભાવ ₹2160થી ₹2210 થયો હતો.આ વધારાના મુખ્ય કારણોમાં અન્ય રાજ્યોમાં સિંગતેલની માંગમાં વધારો અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદને આભારી મગફળીના પાકને થયેલું મોટું નુકસાન છે.

Sing Tel

પાકને નુકસાન થતાં સિંગતેલ (Sing Tel)  ના ભાવ વધ્યા

2025માં ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં પડેલા કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મગફળીના પાક (Groundnut crops) ને ભારે અસર કરી છે. પાક પકવતા સમયે વરસાદ પડવાથી પાથરેલી મગફળી પલળી જવી અને સડી જવી જેવી સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો અને ભાવમાં ઉછાળો આવ્યો. આ વરસાદે રાજ્યમાં લાખો હેક્ટર જમીન પરના પાકને નુકસાન પહોંચાડ્યું છે, જેમાં મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાકોનો સમાવેશ થાય છે.

આવા સંકટ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતોને રાહત આપવા માટે વિવિધ પગલાં લીધાં છે, જેમ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP) પર પાકની ખરીદી અને નુકસાનીના સર્વેના આધારે સહાય પેકેજની જાહેરાત.

Sing Tel

વર્ષ ૨૦૨૫ને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે ગુજરાત સરકાર સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી દેવભૂમિ દ્વારકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખંભાળિયા ખાતે પ્રથમ વખત ₹1 કરોડથી વધુના ખર્ચે સિંગતેલ (Sing Tel) પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં આ પહેલ હેઠળ ખંભાળિયા APMC દ્વારા ‘નિર્મલ’ બ્રાન્ડ હેઠળ 100% શુદ્ધ સિંગતેલનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ