Patan News/ પાટણ: સાંતલપુર મામલતદારનો આપઘાત પ્રયાસ, વિડીયો અને સુસાઇડ નોટ સામે આવતા ચકચાર

Suicide Attempt પહેલાંનો એક વિડીયો તેમજ સુસાઇડ નોટ પોલીસના હાથ લાગ્યા છે

Gujarat Others

Patan News : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડી.ડી. પંડ્યાએ આપઘાતનો પ્રયાસ (Suicide Attempt)કરતા સમગ્ર વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે. મામલતદાર ડી.ડી. પંડ્યાએ ઝેરી પદાર્થ પી લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Suicide Attempt પહેલાંનો એક વિડીયો તેમજ સુસાઇડ નોટ પોલીસના હાથ લાગ્યા

આ ઘટનાને વધુ ગંભીર બનાવતી બાબત એ છે કે આપઘાત પ્રયાસ (Suicide Attempt) પહેલાંનો એક વિડીયો તેમજ સુસાઇડ નોટ પોલીસના હાથ લાગ્યા છે. સુસાઇડ નોટમાં મામલતદારે તેમના ભાણેજ સહિત કુલ 6 ઇસમોના નામ લખી તેમને ગંભીર આરોપો લગાવ્યા છે. નોટમાં ઉલ્લેખ છે કે આ તમામ ઇસમોએ પૂર્વયોજનાબદ્ધ રીતે તેમને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી હતી.

મામલતદાર ડી.ડી. પંડ્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે આરોપિત ઇસમોએ તેમની સામે ACBમાં ખોટી ફરિયાદ કરી, જેના કારણે તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત, એક યુવતી સાથેના ફોટોગ્રાફ્સ બનાવી ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મામલતદાર ડી.ડી. પંડ્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે આરોપિત ઇસમોએ તેમની સામે ACBમાં ખોટી ફરિયાદ કરી

 

 

સુસાઇડ નોટમાં મામલતદારે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે લાંબા સમયથી ચાલી રહેલા માનસિક ત્રાસ અને બદનામીથી કંટાળી તેઓ આ અંતિમ પગલું ભરવા મજબૂર બન્યા છે. આપઘાતના પ્રયાસ (Suicide Attempt) નીઆ સમગ્ર ઘટનાએ સરકારી અધિકારીઓની સુરક્ષા અને ખોટી ફરિયાદોના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મામલતદારના નિવેદન સહિત સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તમામ પાસાઓ પરથી તપાસ હાથ ધરવામાં આવી છે અને સુસાઇડ નોટમાં નામ લખાયેલા ઇસમોની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.

આપઘાતના પ્રયાસ (Suicide Attempt) ની આ ઘટનાને લઈને જિલ્લામાં ભારે ચકચાર જોવા મળી રહી છે, જ્યારે મામલતદારના સ્વાસ્થ્ય સુધારાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CTM બ્રિજ પરથી યુવકનો આપઘાતનો પ્રયાસ, NSUI કાર્યકર્તાઓ બન્યા દેવદૂત

આ પણ વાંચો: આઘાતજનક: માતાની વાતનું માઠું લાગતાં 17 વર્ષીય કિશોરીએ આપઘાતનો પ્રયાસ, ફાયર વિભાગે બચાવી જીવ!

આ પણ વાંચો: ભાવનગર : સર ટી હોસ્પિટલમાં ડોકટરનો આપઘાતનો પ્રયાસ