Ahmedabad News/ અમદાવાદના નિવૃત પ્રિન્સીપાલ પાસેથી લાંચ લેતા વોચમેન ઝડપાયો, ટ્રસ્ટી ફરાર

તિમિરભાઈ વિનુભાઈ અમીને ફરીયાદી પાસે રૂ.5,00,000 ની લાંચ (Bribe) ની માંગણી કરી હતી

Ahmedabad Gujarat
Bribe

Ahmedabad News : અમદાવાદના એક નિવૃત ઈન્ચાર્જ પ્રિન્સીપાલ પાસે પેન્શનની ફાઈલોમાં સહી કરવા માટે 3 લાખની લાંચ (Bribe)લેતા પંકજ વિદ્યાલય કેમ્પસનો વોચમેન લાંચ લેતા  ACB (એન્ટી કરપ્ચશન બ્યુરો) ના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરાના ટ્રસ્ટી તિમીર વિનુભાઈ અમીન ફરાર થઈ જતા તપાસ હાથ ધરવામાંઆવી છે.

આ કેસની વિગત મુજબ ફરીયાદી, એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેથી ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે નિવૃત થયા હતા. જેઓની પેન્શન , જી.પી.એફ. તથા રજા રોકડ રૂપાંતરીતની ફાઈલોમાં સહી કરવા માટે તિમિરભાઈ વિનુભાઈ અમીને ફરીયાદી પાસે રૂ.5,00,000 ની લાંચ (Bribe) ની માંગણી કરી હતી અને રૂ.2,00,000 અગાઉ લઈ લીધા હતા.બાકીના રૂ.3,00,000 ની લાંચ (Bribe) ની માંગણી ચાલુ રાખી હતી.

તે લાંચની રકમ  તિમિરભાઈ વિનુભાઈ અમીને એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા પંકજ વિધ્યાલયના કેમ્પસના વેચમેન  મુરલીમનોહર રામલાલજી ઝંડોલ નાઓને આપી દેવા જણાવ્યું હતું. લાંચ (Bribe)ની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.

જેમાં પંકજ વિધ્યાલયની અંદર, ટ્રસ્ટી તિમિર ભાઈની ઓફીસ ની બહાર, ગુલબાઈ ટેકરા, અમદાવાદ. લાંચ (Bribe)નું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમિયાન મુરલીમનોહર રામલાલજી ઝંડોલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તિમીર અમીન વતી લાંચની રકમ રૂ. 3,00,000 લાંચના છટકા દરમિયાન સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ ગયો હતો. જ્યારે તિમીર અમીન ભાગી ગયો હતો. આમ બંન્ને આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 1500 કરોડના CLU કૌભાંડમાં મોટો ખુલાસો, લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્ર પટેલને પહોંચતો

આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા

આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ, નાયબ મામલતદાર પર લાંચ લેવાનો આરોપ