Ahmedabad News/ સાવધાન! અમદાવાદ એરપોર્ટ પર ₹50 ના પાર્કિંગ માટે ₹150 ચૂકવવા પડશે, જો તમારી પાસે ‘કેશ’ હશે તો!

Ahmedabad Airport Parking Charges હવે મોંઘું પડશે! કેશ પેમેન્ટ પર ₹100નો વધારાનો ચાંદલો અને ટિકિટ ગુમાવવા પર ₹500નો દંડ. જાણો શું છે એરપોર્ટ ઓથોરિટીનો નવો નિયમ અને તેનાથી વાહનચાલકોના ખિસ્સા પર કેટલી અસર થશે.

Ahmedabad Top Stories Gujarat
Ahmedabad Airport Parking Charges

Ahmedabad News: અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. Ahmedabad Airport Parking Charges ને લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા લેવાયેલા એક નિર્ણયથી વિવાદ સર્જાયો છે. હવે જો તમે એરપોર્ટ પાર્કિંગનું ભાડું રોકડમાં (Cash) ચૂકવશો, તો તમારે નિયત ચાર્જ ઉપરાંત વધારાના 100 રૂપિયા ચૂકવવા પડશે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન કે મુસાફરોની લૂંટ?

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને પેમેન્ટની પ્રક્રિયા ઝડપી બનાવવા આ નિર્ણય લેવાયો છે. ઓથોરિટીનું કહેવું છે કે રોકડમાં પેમેન્ટ કરવાથી 2 થી 3 મિનિટનો સમય બગડે છે, જ્યારે ડિજિટલ પેમેન્ટ 30 સેકન્ડમાં થઈ જાય છે. જોકે, મુસાફરો આ Ahmedabad Airport Parking Charges માં કરવામાં આવેલા 100 રૂપિયાના વધારાને ‘અન્યાયી’ અને ‘ખુલ્લી લૂંટ’ ગણાવી રહ્યા છે.

Ahmedabad Airport Parking Charges

Ahmedabad Airport Parking ના નવા દરો સમજો

ટૂ-વ્હીલર: જો તમે 30 મિનિટ માટે વાહન પાર્ક કરો છો, તો તેનો ચાર્જ રૂ. 50 છે. પરંતુ રોકડમાં પેમેન્ટ કરવા પર રૂ. 100 વધારાના એટલે કે કુલ રૂ. 150 ચૂકવવા પડશે.

ફોર-વ્હીલર: એક કલાકના પાર્કિંગ ચાર્જ રૂ. 150 છે. જો પેમેન્ટ રોકડમાં કરશો તો રૂ. 100 એક્સ્ટ્રા ચાર્જ સાથે કુલ રૂ. 250 ચૂકવવા પડશે.

Ahmedabad Airport Parking Charges

ટિકિટ ખોવાઈ તો રૂ. 500નો ફટકો!

માત્ર રોકડ પેમેન્ટ જ નહીં, પરંતુ જો કોઈ મુસાફર પાર્કિંગની કૂપન કે ટિકિટ ખોઈ નાખે છે, તો તેને રૂ. 500નો દંડ ફટકારવામાં આવશે. દંડ ભર્યા બાદ જ મુસાફરને તેનું વાહન પરત મળશે. એરપોર્ટ પર આવતા હજારો મુસાફરો અને તેમના પરિવારજનો માટે આ નવા Ahmedabad Airport Parking Charges અત્યંત મોંઘા સાબિત થઈ રહ્યા છે.

વાહનનો પ્રકાર સમય ડિજિટલ પેમેન્ટ (UPI/Card) રોકડ પેમેન્ટ (Cash) વધારાનો બોજ
ટૂ-વ્હીલર 30 મિનિટ સુધી ₹ 50 ₹ 150 ₹ 100 એક્સ્ટ્રા
ફોર-વ્હીલર 1 કલાક સુધી ₹ 150 ₹ 250 ₹ 100 એક્સ્ટ્રા
કૂપન/ટિકિટ ખોવાઈ ₹ 500 દંડ ₹ 500 દંડ

સમય બચાવવા માટે વધારાનો ચાર્જ લેવો એ તર્ક કેટલો યોગ્ય છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. એરપોર્ટ પર પહેલાથી જ પાર્કિંગના દરો ઊંચા છે, ત્યારે આ નવા ફતવાને કારણે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મુસાફરોના ભારે વિરોધ બાદ એરપોર્ટ ઓથોરિટી આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે કે પછી રોકડ પેમેન્ટ કરનારાઓએ રૂ. 100નો વધારાનો ‘ચાંદલો’ આપવો જ પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ્સ રદ, 24 ડિલે, એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ

આ પણ વાંચો: ફ્લાઈટ મોડી પડતા અમદાવાદ એરપોર્ટ પર યાત્રાળુઓએ મચાવ્યો હોબાળો

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપી 35 લાખની અમેરિકન કરન્સી