MANTAVYA Vishesh/ સ્વામિનારાયણ સંપ્રદાય ના વધુ એક સ્વામીએ સર્જયો વિવાદ

સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી હરિપ્રકાશદાસજી ફરી એકવાર વિવાદ માં રાજકોટમાં રેસકોર્સમાં હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટાપાયા પર ભક્તજનો અને યુવા શ્રોતાઓ સ્વામીજીને સાંભળવા આવ્યા હતા. આ યુવાનોની હાજરીમાં જ લગ્નપ્રથાને લઈને બફાટ કર્યો હતો.

Mantavya Vishesh
સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી હરિપ્રકાશદાસજી લગ્નપ્રથાને લઈને વિવાદમાં 

સ્વામિનારાયણ સંપ્રદાય ના કોઈને કોઈ સંતે કોઈને કોઈ રીતે વિવાદમાં રહેવાનું નક્કી જ કરી લીધું લાગે છે. હમણા જ નિત્યસ્વરૂપ સ્વામી અને ઘનશ્યામ સ્વામીનો મુનિમહારાજ મહોત્સવ વચ્ચેનો વિવાદ જાહેરમાં સપાટી પર આવ્યો હતો. તેમા સંત પરંપરાને લઈને બંને સંત સામસામે આવી ગયા હતા અને વાત પણ ખાસ્સી વધી પડી હતી. આ વિવાદ ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો જ સીમિત ન રહેતા આખા રાજ્યમાં તેની ચર્ચા થવા લાગી હતી. આ વિવાદના પડઘા હજી પડઘા પણ શમ્યા નથી ત્યાં બીજો વિવાદ પ્રકાશમાં આવ્યો છે.

સ્વામિનારાયણ સંપ્રદાય ના સ્વામી હરિપ્રકાશદાસજી લગ્નપ્રથાને લઈને વિવાદમાં

રાજકોટમાં રેસકોર્સમાં હનુમાન ચાલીસાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટાપાયા પર ભક્તજનો અને યુવા શ્રોતાઓ સ્વામીજીને સાંભળવા આવ્યા હતા. સ્વામી હરિપ્રકાશદાસજી એ આ યુવાનોની હાજરીમાં જ લગ્નપ્રથાને લઈને બફાટ કર્યો હતો. તેમણે આજના સમયમાં એરેન્જ મેરેજને વ્યવસ્થા કરીને આપવામાં આવતી ફાંસી ગણાવી હતી તો લવ મેરેજને સીધી ફાંસી ગણાવી હતી. આમ સંસારનો ત્યાગ કરનારા સ્વામીએ લગ્નપ્રથાને લઈને વાણીવિલાસ કરતાં ભક્તજનો સમસમી ગયા હતા, પરંતુ સાધુત્વનું સન્માન જાળવવા મૌન રહ્યા હતા. આશ્ચર્યની વાત તો એ હતી કે આ પ્રથા હનુમાનજીની ચાલતી હતી, તેમા પ્રેમલગ્નની વાત જ ક્યાં આવી.

તેમણે જણાવ્યું હતું કે આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંધ ખાધા અને શનિવારે પછી પૂરુ. તેમણે આજના યુવાનો અને યુવતીઓ પર જણાવ્યું હતું કે તેઓ પહેલાં પ્રેમમાં પડે છે, પછી સમાજની સ્વીકૃતિ મળતી નથી, કુટુંબની સ્વીકૃતિ મળતી નથી એટલે સીધા ડેમમાં પડે છે. સ્વામી હરિપ્રકાશદાસજીના લગ્નપ્રથા પરના વાણી વિલાસથી ભક્તો અને સંતોમાં આક્રોશની લાગણી છે.

તેમના વાણીવિલાસ સામે સંતોએ જણાવ્યું હતું કે ત્યાગીઓનું ગાડું સંસારીઓની મદદથી જ ચાલે છે. તેથી ત્યાગનો મહિમા ગાનારાઓ બહુ-બહુ તો સંસારીઓને બોધપાઠ આપવાનો હોય, ગૃહસ્થ ધર્મ સમજાવવાનો હોય, ગૃહસ્થ ધર્મમાં પતિ-પત્નીનો ધર્મ, સંતાનનો ધર્મ પુત્રવધુનો ધર્મ તેવી સામાજિક વ્યવસ્થા મજબૂત બનાવવા માટેની વાત કરવાની હોય, તેના બદલે તે પોતે જ સામાજિક વ્યવસ્થાઓ પર પ્રહાર કરે તે યોગ્ય નથી. તેમના અંગત અનુભવો કંઇક જુદા હોય એલે તેમને આ પ્રકારે કદાચ લાગણી થતી હોય તે વાત જુદી છે, પરંતુ તેમના અનુભવોને તેમણે લોકો સાથે અને આખી લગ્નની સામાજિક વ્યવસ્થા જોડવાની જરૂર નથી.

આમ સ્વામિનારાયણ સંપ્રદાય ના વધુ એક સંત લગ્નપ્રથાને ટાર્ગેટ બનાવીને નિવેદન કરવાથી વિવાદમાં ફસાયા છે. આગામી દિવસોમાં બીજા સંતો તેમની સામે વાંધો ઉઠાવે અને તેમના પર પ્રહારો કરે તો આશ્ચર્ય નહી થાય. બની શકે તે તેમના જ સંપ્રદાયમાંથી લગ્ન વ્યવસ્થા પર સવાલ ઉઠાવનારા આ સંતની સામે વિરોધ ઉઠાવવામાં આવે. સાધુ તરીકેની દીક્ષા લેવાનો અર્થ એવો તો થતો જ નથી કે સતત સંસારીઓની ટીકા કર્યા કરવાની અને ત્યાગ કરનારા સાધુ તરીકે સાધુઓને સતત મહાન ચીતર્યા કરવાના. સંસારીઓ જાણે સંસારમાં રહીને મોટી ભૂલ કરી રહ્યા હોવાનો અનુભવ કરાવતા રહેવું તે સાધુતા નથી.

આ વિવાદના પગલે જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે આ શબ્દો બોલનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે તે યાદ રાખવું જોઈએ કે આ લગ્ન વ્યવસ્થા તેમના સંપ્રદાય કરતાં પણ વધારે જૂની છે. તેમા ખામી ચોક્કસ હશે, પણ પરિપૂર્ણ તો કોણ છે. ઇશ્વર સિવાય કોઈ પરિપૂર્ણ નથી. સાધુ એ છે કે જે સંસારીને નિરાશામાંથી બહાર કાઢે, તેને હતાશામાં આશ્વાસન આપે, તેને હતાશામાં ધકેલી દે અને સતત અપરાધ બોધનો અનુભવ કરાવે તે સાધુ ન કહેવાય. આપણે ત્યાં લગ્નને પવિત્ર બંધન કહેવાય છે, તે કંઈ એમને એમ નથી કહેવાતુ. આના દ્વારા બે કુટુંબો અને આ રીતે એક પછી એક આખો સમાજ જોડાય છે અને લગ્ન એ બીજું કશું જ નહીં પણ સામાજિક સંરચનાનો પાયો છે.

ફક્ત સ્વામી હરિપ્રકાશ જ નહીં કોઈપણ સાધુને આ સામાજિક સંરચનાના પાયા હચમચાવવાનો અધિકાર નથી. હવે જે સ્વામી હરિપ્રકાશે એરેન્જ મેરેજને ફાંસીનો ફંદો ગણાવ્યો છે તો તે યાદ કરે કે તે પોતે પણ આ જ વ્યવસ્થાનુ સંતાન છે. સાધુતાના તેમણે કપડા પહેર્યા છે, પરંતુ હજી સુધી મનથી સાધુતા સ્વીકારી લાગતી નથી, એટલે જ તે સંસારીઓને ટપારવાના બહાને વારંવાર સંસારને યાદ કર્યા કરે છે. તેઓ સાધુ તરીકે પોતાનું સ્તર ઊંચે ન લઈ જઈ શકે તો કંઈ નહીં પણ કમસેકમ બીજાનું સ્તર નીચે લાવવાનો તો તેમને કોઈ અધિકાર નથી. આજે યુગોના યુગો સુધી ભારતીય લગ્ન વ્યવસ્થા અનેક પડકારો વચ્ચે ટકી રહી છે તે દર્શાવે છે કે આ કેટલી મજબૂત વ્યવસ્થા છે, જેણે સમાજ અને કુટુંબોને પણ ટકાવીને રાખ્યા. તેથી આ વ્યવસ્થા પર પ્રહાર કરનારાઓએ પહેલાં પોતાની જડો ચકાસવી જરૂરી બને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં 20 લાખથી પણ વધુ નામ મતદાર યાદીમાંથી દૂર થશે

આ પણ વાંચો: લે ભાઈ લેતો જા, ઠગાઈની ફરિયાદ સામે અલ્પેશ ઢોલરિયાનો 10 કરોડનો બદનક્ષીનો દાવો