Fatty Liver India MASLD Prevention: અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે માત્ર દારૂ પીનારા લોકોનું લિવર જ ખરાબ થાય છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ભારત હવે દુનિયાના એવા ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં નૉન-આલ્કોહોલિક Fatty Liver ડિસીઝ (NAFLD) ના કેસ સૌથી વધુ છે. આ એક એવો ‘સાયલન્ટ કિલર’ રોગ છે જે લક્ષણો વગર તમારા લિવરને સિરોસિસ અને કેન્સર જેવી જીવલેણ બીમારી તરફ ધકેલી રહ્યો છે.આ ‘સાયલન્ટ લિવર રોગ’ મોટાપો, ડાયાબિટીસ અને મોર્ડન લાઈફસ્ટાઈલને કારણે ફેલાઈ રહ્યો છે.

શું છે Fatty Liver બીમારી? (MASLD)
જેને પહેલા ફેટી લિવર (Fatty Liver) કહેવાતું હતું, તેને હવે તબીબી ભાષામાં MASLD (Metabolic Dysfunction-Associated Steatotic Liver Disease) તરીકે ઓળખવામાં આવે છે. જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશન (JAMA) માં પ્રકાશિત અભ્યાસ અનુસાર, આ દુનિયાનો સૌથી સામાન્ય ક્રોનિક લિવર ડિસઓર્ડર બની ચૂક્યો છે, જે વિશ્વની 30-40% વસ્તીને અસર કરે છે. પેટનો મોટાપો આનો સૌથી મોટો રિસ્ક ફેક્ટર છે.

ભારતીયોમાં આ રોગ વધવાનું મુખ્ય કારણ શું?
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લગભગ 60-70% લોકો અને મોટાપો ધરાવતા 70-80% લોકો MASLD થી પ્રભાવિત છે. આ બીમારી હાઈ કોલેસ્ટ્રોલ, હાઈપરટેન્શન અને લિવર કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારે છે. તજજ્ઞોના મતે, આધુનિક લાઈફસ્ટાઈલ અને ખોરાકમાં બેદરકારી આનું સૌથી મોટું કારણ છે:
પેટની ચરબી: જો તમારું પેટ બહાર નીકળેલું છે, તો તમને Fatty Liver નું સૌથી વધુ જોખમ છે.
ડાયાબિટીસ અને સ્થૂળતા: ટાઇપ-૨ ડાયાબિટીસ ધરાવતા 60-70% અને મોટાપો ધરાવતા 70-80% લોકો આ બીમારીનો શિકાર છે.
બેઠાડુ જીવન: ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ લિવરમાં ચરબી જમા કરે છે.
ખોરાક: અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, વધુ પડતી ખાંડ (ફ્રુક્ટોઝ) અને સેચ્યુરેટેડ ફેટ (ઘી, માખણ, નારિયેળ તેલનો વધુ પડતો વપરાશ).
પુરુષોમાં વધુ જોખમ
અભ્યાસ મુજબ, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં આ બીમારી વધુ જોવા મળે છે. પુરુષોમાં 45 થી 49 વર્ષની વયે આ જોખમ સૌથી વધુ હોય છે, જ્યારે મહિલાઓમાં 50 થી 54 વર્ષની ઉંમરે આ જોખમ સૌથી વધુ હોય છે
કોઈ ‘શોર્ટકટ’ નથી, લાઈફસ્ટાઈલ જ છે ઈલાજ
મુંબઈના નિષ્ણાત ડૉ. રાજીવ કોવિલે ચેતવણી આપી છે કે જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો MASLD દેશની સૌથી મોટી મેટાબોલિક બીમારી બની શકે છે. સોશિયલ મીડિયા પર ‘લિવરડોક’ (LiverDoc) તરીકે જાણીતા ડૉ. સિરિયેક એબી ફિલિપ્સે જણાવ્યું છે કે, કોઈ શોર્ટકટ અપનાવવાને બદલે પોતાના સ્વાસ્થ્યની જવાબદારી લેવી જરૂરી છે.

‘ગોળીઓ કરતા ડાયટ અને એક્ટિવિટી પર ધ્યાન આપો’
જીવનશૈલીમાં ફેરફાર જ આનો સૌથી મોટો ઈલાજ છે. JAMA ના અભ્યાસમાં નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે:
વજન ઘટાડો: લિવરમાંથી ચરબી હટાવવાનો આ એકમાત્ર કાયમી રસ્તો છે.
નિયમિત કસરત: દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટની શારીરિક પ્રવૃત્તિ અનિવાર્ય છે.
ખાંડ પર કાપ: સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ્ડ ફૂડમાં રહેલી ખાંડ લિવર માટે ઝેર સમાન છે.
બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર નિયંત્રણ: આ મેટાબોલિક સમસ્યાઓ લિવરને વધુ નુકસાન પહોંચાડે
દારૂથી બચો: લિવરને હેલ્ધી રાખવા માટે દારૂથી દૂર રહેવું શ્રેષ્ઠ લિવર ડિટોક્સ થેરાપી છે છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: લિવરને ધીમે-ધીમે ખતમ કરી નાખશે ખાન-પાનની આ કુટેવો…ફેટી લિવર અંગે ડૉક્ટરની ચેતવણી..!
આ પણ વાંચો: લિવરને હૅલ્ધી રાખવા માગો છો? તો રોજ પીઓ બ્લેક કૉફી…ફેટી લિવરનું જોખમ ઘટાડો!
આ પણ વાંચો: પગને જોઈ ઓળખો, લિવર ખરાબ છે કે નહીં…
