Bhavnagar News : ભાવનગર જિલ્લાના બગદાણા ગામના નવનીત બાલધીયા (Navneet Baldhiya)પર થયેલા મારપીટના મામલે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા છેલ્લા 16 દિવસથી સતત તપાસ ચાલી રહી છે. તપાસના ભાગરૂપે હવે વધુ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.
આ કેસમાં SIT દ્વારા જયરાજ આહિરને તેડું આપવામાં આવ્યું છે. તેમને આજે સાંજે 5 વાગે ભાવનગર સ્થિત IG કચેરી ખાતે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે, જ્યાં SIT દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.

તપાસ દરમિયાન SITની ટીમે રામભાઈ વાળા અને મહુવા નિવાસી ચેતન સોનીને પણ નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે. મળતી માહિતી મુજબ, જયરાજ આહિરે રામભાઈ વાળાને ફોન કરીને નવનીત બાલધીયા (Navneet Baldhiya) અંગે માહિતી માંગેલી હતી.
રામભાઈ વાળા નવનીત બાલધીયા (Navneet Baldhiya)અને જયરાજ આહિર બંનેના મિત્ર તરીકે ઓળખાય છે. આ કારણે SIT દ્વારા તેમને મહત્વના સાક્ષી તરીકે નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન ચેતન સોનીનું નામ પણ સામે આવતા પોલીસ દ્વારા તેમને પૂછપરછ માટે હાજર થવા સૂચના આપવામાં આવી છે.
Navneet Baldhiya એ SIT સમક્ષ આશરે 15 જેટલા પુરાવા રજૂ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ભોગ બનનાર નવનીત બાલધીયા (Navneet Baldhiya) એ SIT સમક્ષ આશરે 15 જેટલા પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવાઓમાં રામભાઈ વાળાનો ઉલ્લેખ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ આધાર પર SIT સમગ્ર ઘટનાની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હજુ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતા છે. સમગ્ર મામલો હાલમાં જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !
આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને
આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં
