latest sports news/ ગુવાહાટીમાં સૂર્યા અને અભિષેકનું વાવાઝોડું! માત્ર 10 ઓવરમાં મેચ જીતીને ભારતે ન્યુઝીલેન્ડને 3-0 થી ધોઈ નાખ્યું

India અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે એકતરફી જીત મેળવી છે. જસપ્રીત બુમરાહની 3 વિકેટની મદદથી ભારતે ન્યુઝીલેન્ડને 153 રનમાં રોક્યું હતું.

Trending Sports
India

India VS NZ Match :T20 માં ટીમ ઈન્ડિયા (India) નો દબદબો ગુવાહાટીમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે ઐતિહાસિક અને ધમાકેદાર જીત મેળવી છે. ભારતીય બેટ્સમેનોએ કીવી બોલરોની એવી ધોલાઈ કરી કે 154 રનનો ટાર્ગેટ માત્ર 60 બોલ (10 ઓવર) માં જ ચેઝ કરી લીધો. આ જીત સાથે જ ભારતે (India) 5 મેચની સિરીઝમાં 3-0 ની અજેય લીડ મેળવીને શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

India

અભિષેક અને સૂર્યાની આતશબાજી

ન્યુઝીલેન્ડે આપેલા 154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય (India) ટીમે T10 સ્ટાઈલમાં બેટિંગ કરી હતી.

અભિષેક શર્મા: યુવા ઓપનર અભિષેક શર્માએ તરખાટ મચાવતા માત્ર 20 બોલમાં અણનમ 68 રન ફટકાર્યા હતા.

સૂર્યકુમાર યાદવ: કેપ્ટન સૂર્યાએ પણ પોતાની સ્ટાઈલમાં રમતા 26 બોલમાં અણનમ 57 રન બનાવ્યા હતા. આ બંનેની તોફાની ભાગીદારીના કારણે ભારતે માત્ર 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી.

India

બુમરાહની ઘાતક બોલિંગ

આ મેચમાં ટોસ જીતીને ભારતે (India) પહેલા બોલિંગ પસંદ કરી હતી.

જસપ્રીત બુમરાહ: ટીમમાં વાપસી કરનાર બુમરાહે પોતાની ધારદાર બોલિંગથી કીવી બેટ્સમેનોને પરેશાન કરી દીધા હતા. તેણે શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી.

અન્ય બોલર્સ: રવિ બિશ્નોઈએ પણ 1 વિકેટ લીધી હતી. ભારતીય બોલરો સામે ન્યુઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 153 રન જ બનાવી શકી હતી.

India

સિરીઝ પર India નો કબ્જો

ભારતે (India) આ સિરીઝમાં સતત ત્રીજી જીત મેળવી છે.

પ્રથમ મેચ: 48 રનથી જીત.

બીજી મેચ: 7 વિકેટથી જીત.

ત્રીજી મેચ: 8 વિકેટથી જીત (10 ઓવરમાં). આ મેચમાં અર્શદીપ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો હતો. હવે સિરીઝની ચોથી મેચ 28 જાન્યુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.

India

બંને ટીમોની પ્લેઈંગ 11

ભારત (India) : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે, ટિમ સીફર્ટ, રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, ડેરિલ મિશેલ, કાયલ જેમીસન, મેટ હેનરી, ઈશ સોઢી, જેકબ ડફી.

 


આ પણ વાંચો: 37 વર્ષની ઉંમરે વિરાટ કોહલી ફરી બન્યો વન-ડેનો ‘કિંગ’, જુઓ ICC નું નવું લિસ્ટ

આ પણ વાંચો: કોણ છે આ ‘છોટા ચીકુ’? વિરાટ કોહલી પણ પોતાના જેવા દેખાતા બાળકને જોઈને ચોંકી ગયો! કહ્યું- ‘ મારો ડુપ્લિકેટ’

આ પણ વાંચો: Virat Kohli આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારામાં બીજા ક્રમે