Gandhinagar News: પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું હતું કે, હાલમાં સમગ્ર દેશ સહિત રાજ્યમાં SIRની અગત્યની કામગીરી ચાલુ છે. જે અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર દ્વારા નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું આયોજન કરવુ મુશ્કેલ હોઈ આ તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા આજે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રી વાઘાણી (Jitu Vaghani)એ કહ્યું હતું કે, ગુજરાત સહકારી મડળી અધિનિયમ-1961ની કલમ-161 હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેની ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે અથવા ચૂંટણીઓની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે, તેઓને આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી આ અધિનિયમની કલમ-74 (ગ) તથા કલમ-145 (ક) થી (વ)ની જોગવાઇઓમાંથી મુક્તિ આપી, અધિનિયમની કલમ-74(ગ) હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ પ્રકારની સહકારી મંડળીઓની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી પ્રક્રિયા આ જાહેરનામાની તારીખથી આગામી છ માસ સુધી યોજવામાંથી મુક્તિ આપવામાં આવે છે.
વધુમાં, જે નિર્દિષ્ટ સહકારી મડળીઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમ/ચુકાદાના અનુસંધાને હાથ ધરાઇ હોય કે ઘરવાની રહેતી હોય તે સહકારી મંડળીઓને આ જાહેરનામામાંથી બાકાત રાખવામાં આવે છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો:ચંદ્રોડા ગામમાં SIR કામગીરીથી રાજકીય તણાવ, 1800માંથી 562 મતદારોના નામ કમી
આ પણ વાંચો:SIRમાં ફોર્મ નંબર-7નો વ્યાપક રીતે દુરુપયોગ : અમિત ચાવડા
આ પણ વાંચો:SIR નો કાર્યક્રમ મતદાર યાદીને સ્વચ્છ કરવા માટેનો છેઃ સી આર પાટીલ
