વડોદરાના આંગણે ફરી વાર સ્વામિનારાયણ સંસ્થાનો ભવ્ય પોગ્રામ થવા જઈ રહ્યો છે. વડોદરાના અટલાદરામાં આવેલી BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીનો ભવ્ય મહોત્સવ આજે વડોદરાના આંગણે ઉજવવામાં આવશે. NH 48 પર આવેલા પાંજરાપોળ ગ્રાઉન્ડમાં બે લાખ હરિભક્તો અને બે રાજ્યના CM હાજર રહેશે.
કાર્યક્રમ બપોરથી કરી દેવાશે શરૂ
આ પ્રસંગે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા મહંત સ્વામી મહારાજને બે વિશેષ બહુમાનપત્રો આપવામાં આપશે. આ પ્રસંગે ઈંગ્લેન્ડથી આ અધિકારીઓ આવ્યા છે. અને આ બહુમાન તે અધિકારીઓ દ્વ્રારા આપવામાં આવશે. જેમાં પ્રથમ બહુમાન 15000થી વધુ બાળકો દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના સંપૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ બાળકોએ 315 શ્લોકો ધરાવતા આ ગ્રંથનું પૂર્ણ મુખપાઠ કર્યું છે, જે ઉન્નત જીવનની પ્રેરણા આપે છે. આ કાર્યક્રમ બપોરથી જ શરૂ કરી દેવામાં આવશે.

દેશ-વિદેશના હરિભક્તો હાજરી આપશે
આ પ્રસંગે એક એવોર્ડ એવો આપવામાં આવશે કે જે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન 1200 મંદિરોનું નિર્માણ થયું હતું અને મહંત સ્વામી મહારાજ તેમના અનુગામી તરીકે આ વારસાને આગળ વધારી રહ્યા છે, આ આયોજન 350 એકર જમીનમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહોત્સવમાં 14 હજારથી વધુ સ્વયંસેવકો અને હરિભક્તો આ મહોત્સવનું અગોતરા આયોજન સાથે વ્યવસ્થામાં સહભાગી થયા છે. આજે યોજાનાર કાર્યક્રમમાં અંદાજિત બે લાખથી વધુ હરિભક્તો તેમજ દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો ઉપસ્થિત રહેશે.

મધ્ય પ્રદેશ અને ગુજરાતના CM પ્રસંગમાં આપશે હાજરી
વડોદરામાં યોજાનાર આ પ્રસંગ માટે વડોદરામાં હરિભક્તોએ એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈને લોકોને મહોત્સવમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. આ ભવ્ય પ્રસંગ BAPS સંસ્થાના આધ્યાત્મિક અને સેવાકાર્યોની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત કરશે. બે રાજ્યના મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્ય પ્રદેશ કે જ્યાં મહંત સ્વામીનું જન્મસ્થાન જબલપુર છે ત્યાના ડો. મોહન યાદવની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
જન્મજયંતીએ વિશ્વશાંતિ યજ્ઞ, મહારક્તદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો
જન્મજયંતીને ધ્યાને રાખીને અનેક વિશેષ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભ પાંચમના દિવસે 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1292 બાળ-બાલિકાઓ દ્વારા 292 કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ તેમજ 7200 જેટલી મહિલા પ્રેરણા સભાઓનું આયોજન થયું હતું.
આ પણ વાંચો:સ્વામીનારાયણ સંપ્રદાયના સરધારના સ્વામી નિત્યસ્વરૂપ દાસે સનાતનીઓની માફી માંગી
આ પણ વાંચો:રાજકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો વીડિયો વાયરલ
