Navsari News/ તસ્કર અર્જુન પટેલનો ખેલ ખતમ! ચીખલીમાં પાયલોટિંગ સાથે થતી ખેરના લાકડાની હેરાફેરીનો પર્દાફાશ

Navsariના ચીખલીમાં વન વિભાગે ખેરના લાકડાની તસ્કરીનું રેકેટ પકડ્યું. ૧૬ ટન લાકડું અને ટ્રક જપ્ત. ૨૪ ગુનામાં સંડોવાયેલા અર્જુન પટેલની ધરપકડ.

Top Stories Gujarat Others
Navsari Kher Wood Smuggling

Navsari Kher Wood Smuggling: નવસારી જિલ્લાના વન વિભાગે બાતમીના આધારે ચીખલી તાલુકાના ગોડથલ ગામે વોચ ગોઠવીને ખેરના લાકડાની તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન વન વિભાગે અંદાજે 16 ટન ખેરનું લાકડું જપ્ત કર્યું છે અને એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે.

વોચ ગોઠવીને તસ્કરોને દબોચ્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, વન વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે ગોડથલ ગામના માર્ગેથી ખેરના લાકડાનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે પસાર થવાનો છે. આ બાતમીના આધારે અધિકારીઓએ સર્વેલન્સ ગોઠવ્યું હતું. તપાસ દરમિયાન એક ટ્રકને અટકાવવામાં આવી હતી, જેમાં કોઈ પણ પાસ કે પરમિટ વગર અંદાજે 16 ટન ખેરનું લાકડું ભરેલું હતું.

Navsari Kher Wood Smuggling

રૂ. 16.6 લાખનો મુદ્દામાલ જપ્ત

Navsari જિલ્લાના વન વિભાગે માત્ર લાકડા ભરેલી ટ્રક જ નહીં, પરંતુ તેની આગળ પાયલોટિંગ કરી રહેલી નંબર પ્લેટ વગરની હોન્ડા મોટરસાયકલ પણ જપ્ત કરી છે. લાકડું અને બંને વાહનો મળીને કુલ રૂ. 16.6 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

24 કેસમાં સંડોવાયેલો અર્જુન પટેલ જેલના સળિયા પાછળ

આ મામલે વન વિભાગે અર્જુન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા અર્જુન પટેલ સામે ભૂતકાળમાં લાકડા ચોરીના 24 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેને નવસારી સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

તાર છેક ઉત્તર પ્રદેશ સુધી જોડાયા!

ધરપકડ કરાયેલા અર્જુન પટેલની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ખેરનું લાકડું ભિલાડ વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના શેહઝાદા નામના શખ્સે સપ્લાય કર્યું હતું. વન વિભાગે હવે આ મુખ્ય સૂત્રધાર શેહઝાદાની શોધખોળ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.



આ પણ વાંચો: સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: 1500 કરોડના સ્કેમમાં તત્કાલીન કલેક્ટરની  ધરપકડ

આ પણ વાંચો: યુ.કે. વિઝા માટે ખોટા લગ્ન–છૂટાછેડાનું કૌભાંડ: પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો

આ પણ વાંચો: કૌભાંડી કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં ઉમટ્યો સમાજ!