Visakhapatnam News: વિશાખાપટ્ટનમનો દરિયાકિનારો, જેને ‘ભાગ્યનું શહેર’ તરીકે ઓળખવામાં આવે છે, આજે (President Droupadi Murmu)ભારતની વધતી દરિયાઈ શક્તિ અને વૈશ્વિક મિત્રતાનો જીવંત સાક્ષી બનશે. બુધવારે સવારે બંગાળની ખાડીમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય નૌકાદળની સમીક્ષા દરમિયાન ભારત પોતાની વ્યૂહાત્મક તાકાત વિશ્વ સમક્ષ રજૂ કરશે. આ ઐતિહાસિક પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) આંતરરાષ્ટ્રીય નૌકાદળની સલામી લેશે.

સમુદ્રમાં રાષ્ટ્રપતિ (President Droupadi Murmu)દ્વારા નિરીક્ષણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu)સમુદ્રની વચ્ચે નૌકાદળના કાફલાનું નિરીક્ષણ કરવા માટે સ્વદેશી યુદ્ધ જહાજ INS સુમેધા (INS Sumedha) પર સવાર થશે. આ વિશેષ પ્રસંગે 21 તોપોની સલામી આપવામાં આવશે, જે ભારતની સમુદ્રી પરંપરા અને સૈન્ય ગૌરવનું પ્રતિક છે. રાષ્ટ્રપતિ દ્વારા લેવાતી આ સલામી માત્ર સન્માન નહીં પરંતુ દેશની નૌકાદળ ક્ષમતામાં વિશ્વાસનો સંદેશ પણ આપે છે.
71 યુદ્ધ જહાજો અને સબમરીનનો સમાવેશ
આ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌકાદળના કુલ 71 યુદ્ધ જહાજો અને સબમરીન ભાગ લઈ રહ્યા છે. આ સાથે મિત્ર વિદેશી દેશોના નૌકાદળના જહાજો પણ આ ભવ્ય પ્રદર્શનમાં જોડાયા છે, જે ભારતની વૈશ્વિક દરિયાઈ મિત્રતા અને સહયોગને મજબૂત કરે છે. આ કાર્યક્રમ બતાવે છે કે ભારત માત્ર પોતાની સુરક્ષા પર જ ધ્યાન આપતું નથી, પરંતુ સમગ્ર હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતાનો સમર્થક છે.

INS વિક્રાંત – આત્મનિર્ભર ભારતનું પ્રતીક
આ સમગ્ર પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સ્વદેશી નિર્મિત વિમાનવાહક જહાજ INS વિક્રાંત (INS Vikrant) છે. INS વિક્રાંત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું જીવંત ઉદાહરણ છે. તેની હાજરી એ સંદેશ આપે છે કે ભારત હવે આધુનિક યુદ્ધ જહાજોના નિર્માણમાં આત્મનિર્ભર બની રહ્યું છે અને વૈશ્વિક દરિયાઈ શક્તિઓની પંક્તિમાં મજબૂતીથી ઉભું છે.
આકાશમાં લડાકુ વિમાનોની ગર્જના
નૌકાદળની સમીક્ષા દરમિયાન માત્ર દરિયામાં જ નહીં, પરંતુ આકાશમાં પણ ભારતની શક્તિ દેખાશે. 50થી વધુ લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો ફ્લાય-પાસ્ટ કરશે. આ દરમિયાન MiG-29K, LCA Tejas, P-8I અને સી કિંગ હેલિકોપ્ટરો આકાશમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. આ દ્રશ્ય દર્શકો માટે રોમાંચક અને ગર્વજનક બનશે.

માર્કોસ કમાન્ડોની લડાઈ કુશળતા
વિશ્વના સૌથી ઘાતક દરિયાઈ કમાન્ડો માનવામાં આવતા ભારતીય નૌકાદળના MARCOS સમુદ્રની વચ્ચે તેમની વિશેષ યુદ્ધ કુશળતા અને લડાઈ શક્તિનું પ્રદર્શન કરશે. તેમની કામગીરી નૌકાદળની વિશેષ ક્ષમતાઓ અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી દર્શાવે છે.
મિલન 2026 અને વૈશ્વિક સહકાર
આ ભવ્ય કાર્યક્રમ ‘મિલન 2026’ કવાયતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ કવાયતનો ઉદ્દેશ વિવિધ દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા, સંયુક્ત અભ્યાસ અને પરસ્પર સહકારને મજબૂત કરવાનો છે. ભારત આ માધ્યમથી એ સંદેશ આપે છે કે તે વૈશ્વિક દરિયાઈ સુરક્ષામાં જવાબદાર ભાગીદાર છે.
વિશાખાપટ્ટનમમાં યોજાતી આ આંતરરાષ્ટ્રીય નૌકાદળ સમીક્ષા ભારતની સૈન્ય શક્તિ, આત્મનિર્ભરતા અને વૈશ્વિક મિત્રતાનું પ્રતીક છે. 71 યુદ્ધ જહાજો, 50થી વધુ લડાકુ વિમાનો અને MARKOS જેવી વિશેષ દળોની હાજરી એ સાબિત કરે છે કે ભારત દરિયામાં પોતાની વ્યૂહાત્મક તાકાતને સતત મજબૂત બનાવી રહ્યું છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું હેલિકોપ્ટર કેરળના પ્રમાદમમાં કોંક્રિટના ખાડામાં ફસાયુ
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની મુલાકાત લેશે
