Mehsana news/ મહેસાણા રાધનપુર ચોકડી પર હિટ એન્ડ રનની ઘટના, રાહદારી યુવાનનું ઘટનાસ્થળ પર મોત

મહેસાણાની રાધનપુર ચોકડી નજીક હિટ એન્ડ રનમાં (Accident) અજાણ્યા વાહન ચાલકે યુવાનને કચડ્યો, ઘટનાસ્થળે મોત; પોલીસ તપાસ શરૂ.

Top Stories Gujarat Breaking News
Accident

Mehsana News:ગુજરાતમાં દિવસે દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહેસાણા રાધનપુર ચોકડી પર વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે.મહેસાણા જિલ્લાના રાધનપુર ચોકડી નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. કોઈ અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર જઈ રહેલા એક રાહદારી યુવાનને કચડી દીધો હતો આ ઘટના બાદ વાહન ચાલક તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

અજાણ્યો વાહન ચાલક રાહદારીને કચડી થયો ફરાર

અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે રાહદારી યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પહેલા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર બ્રિજ પર મોડી રાત્રે એક ભયાનક અને કરુણ અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક કારે પાછળથી એક્ટિવા પર સવાર યુવક-યુવતી દંપતીને ટક્કર મારી હતી, જેના પગલે બંને બ્રિજ પરથી નીચે પટકાઈ ગયાં હતાં.

અકસ્માતમાં (Accident) યુવકનું મોત 

આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી તેની પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.માહિતી અનુસાર, આ અકસ્માત (Accident) મોડી રાત્રે બન્યો હતો. દંપતી એક્ટિવા પર બેઠા બલોલ નગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે એક અજાણ્યા કારચાલકે પાછળથી અતિ ઝડપે આવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના ધક્કાથી એક્ટિવા અસંતુલિત થઈ ગઈ અને દંપતી બ્રિજની ઊંચાઈથી સીધા નીચે પડી ગયાં હતા.


આ પણ વાંચો:ગાંધીનગર હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનની ઘટના, યુવકને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના , એક કાર ચાલકે બે પરીક્ષાર્થીઓને લીધા અડફેટે

આ પણ વાંચો:અમદાવાદમાં હિટ એન્ડ રન ઘટના, પાલડીમાં થારે એક્ટિવા સવાર દંપતીને ટક્કર મારી, મહિલા ગંભીર રીતે ઘાયલ