Rajkot News/ રાજકોટના આઈનોક્સમાં સેન્ડવિચ પર વંદો ફરતો દેખાયો! ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે ભાંડો ફોડ્યો

રાજકોટ (Rajkot) ના ક્રિસ્ટલ મોલ સ્થિત આઈનોક્સ સિનેમામાં સેન્ડવિચ પર જીવતો વંદો ફરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. કેન્ટીન સ્ટાફના બચાવ સામે લોકોમાં રોષ.

Top Stories Gujarat Rajkot
Rajkot Inox Sandwich Cockroach Video

Rajkot Inox Sandwich Cockroach Video: રંગીલા રાજકોટમાં ખાણી-પીણીની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના જાણીતા ક્રિસ્ટલ મોલ (Crystal Mall) માં આવેલા આઈનોક્સ (Inox) સિનેમાની કેન્ટીનમાં ગંદકીનો નમૂનો જોવા મળ્યો છે. અહીં નાસ્તાના કાઉન્ટર પર રાખવામાં આવેલી સેન્ડવિચ પર જીવતો વંદો ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.

ઇન્ટરવલ દરમિયાન ગ્રાહકે પકડી પાડી બેદરકારી

મળતી માહિતી મુજબ, ગઈકાલે એક જાગૃત ગ્રાહક નવી ગુજરાતી ફિલ્મ ‘ધુરંધર‘ જોવા માટે આઈનોક્સમાં ગયો હતો. ફિલ્મમાં ઇન્ટરવલ પડતા ગ્રાહક નાસ્તો લેવા માટે કેન્ટીન કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે તેની નજર સેન્ડવિચની પ્લેટ પર પડી હતી. સેન્ડવિચ પર એક જીવતો વંદો ખુલ્લેઆમ આંટા મારી રહ્યો હતો. ગ્રાહકે સમયસૂચકતા વાપરી આ સમગ્ર દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું.

Rajkot Inox Sandwich Cockroach Video

‘આ તો ડિસ્પ્લે માટે છે’: સ્ટાફનો બચાવ

જ્યારે ગ્રાહકે આ ગંદકી અંગે વીડિયો બનાવીને સ્ટાફને સવાલ કર્યા, ત્યારે કર્મચારીઓએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે અજીબોગરીબ બચાવ કરતા કહ્યું હતું કે, “આ સેન્ડવિચ માત્ર ડિસ્પ્લે (Display) માટે છે, ગ્રાહકોને ખાવા માટે આપવામાં આવતી નથી.” પરંતુ અહીં મોટો પ્રશ્ન એ થાય છે કે જો કાઉન્ટર પર રાખેલી ડિસ્પ્લે આઈટમ પર વંદો હોય, તો જે રસોડામાં આ બધું બને છે ત્યાં સ્વચ્છતાની શું સ્થિતિ હશે અને શું ડિસ્પ્લેના નામે આવી ગંદકી ચલાવી લેવાય?

Rajkotવાસીઓમાં ભારે રોષ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રાજકોટવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મલ્ટીપ્લેક્સમાં પાણી અને નાસ્તાના આકરા ભાવો વસૂલવામાં આવે છે, છતાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળતા લોકો હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ફૂડ વિભાગ પાસે આઈનોક્સની કેન્ટીન સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.


આ પણ વાંચો: રાજકોટમાં દલિત યુવક ભાવેશ વાણવીની હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા, 2 ફરાર

આ પણ વાંચો: રાજકોટમાં ગેસ સિલિન્ડરોની અછત વચ્ચે પુરવઠા વિભાગનું અનેક હોટેલો-રેસ્ટોરામાં મેગા સર્ચ ઓપરેશન

આ પણ વાંચો: રાજકોટમાં કાકા દ્વારા ભત્રીજી પર 5 મહિના સુધી દુષ્કર્મ, આરોપીની ધરપકડ