Gujarat News/ ગુજરાતની માથાદીઠ આવકમાં 9.10% નો વધારો, કેન્દ્ર કરતા વિકાસ દર આગળ

ગુજરાત (Gujarat)ની આર્થિક સ્થિતિના નવા આંકડા મુજબ માથાદીઠ આવકમાં 9.10% નો વધારો થયો છે. રાજ્યનો વિકાસ દર કેન્દ્ર કરતા પણ વધુ છે. જાણો સંપૂર્ણ લેખાં-જોખાં.

Gujarat Top Stories Others
Gujarat Per Capita Income Increase

Gujarat Per Capita Income Increase: ગુજરાતની આર્થિક સ્થિતિ પરના તાજેતરના ઓડિટ અહેવાલે રાજ્યની મજબૂત અર્થવ્યવસ્થા પર મહોર લગાવી છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતની માથાદીઠ આવક (Per Capita Income) માં 9.10% નો મોટો વધારો નોંધાયો છે, જે રાજ્યના નાગરિકોની સમૃદ્ધિમાં થયેલો સુધારો સૂચવે છે.

કેન્દ્ર સરકાર કરતા પણ Gujarat તેજ

નાણાકીય વર્ષ 2024-25ના આંકડા મુજબ, ગુજરાતનો એકંદર ઘરેલું ઉત્પાદન (GSDP) દર 10.15% રહ્યો છે. તેની સામે કેન્દ્ર સરકારનો જીડીપી (GDP) દર 9.78% નોંધાયો હતો. આમ, રાષ્ટ્રીય સરેરાશ કરતા ગુજરાતનો વિકાસ દર ઘણો વધારે રહ્યો છે. જોકે, છેલ્લા પાંચ વર્ષમાં ઘરેલું ઉત્પાદનમાં 14.07% થી ઘટાડો જોવા મળ્યો છે, છતાં તે હાલના સ્તરે પણ સંતુલિત છે.

મજબૂત નાણાકીય શિસ્ત અને પુરાંત

રાજ્ય સરકારે પોતાના દેવા પર નિયંત્રણ રાખવામાં સફળતા મેળવી છે. વર્ષ 2024-25 માં રાજકોષીય ખાધ 1.81% રહી છે, જે નિયત મર્યાદામાં છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે રૂ. 18,942.42 કરોડની મહેસૂલી પુરાંત મેળવી નાણાકીય સ્થિરતા જાળવી છે. ખર્ચની વાત કરીએ તો, વર્ષ 2023-24 માં કુલ ખર્ચ રૂ. 2,47,631 કરોડ હતો, જે 2024-25 માં 8.46% વધીને રૂ. 2,68,591 કરોડ થયો છે.

મૂડી ખર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર

વિકાસના કામો માટે કરવામાં આવતા મૂડી ખર્ચમાં રાજ્યએ 17.51% ની વૃદ્ધિ નોંધાવી છે. સરકારે કુલ ખર્ચના 24.36% એટલે કે અંદાજે રૂ. 65,428 કરોડ મૂડી ખાતા પર ખર્ચ્યા છે. આ આંકડા સાબિત કરે છે કે સરકાર માત્ર રોજબરોજના ખર્ચ જ નહીં, પણ લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંપત્તિ નિર્માણ પર વધુ ધ્યાન આપી રહી છે.

અન્ય મહત્વના આંકડા

મહેસૂલી આવક સામે વ્યાજનું પ્રમાણ 12.82% સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, જાહેર ઋણના આંકડા મુજબ રાજ્યનું જાહેર દેવું રૂ. 51,253 કરોડ છે, જેની સામે મૂડી ખર્ચ 12.76% નોંધાયો છે.

ગુજરાત સરકારના આ નાણાકીય લેખાં-જોખાં સાબિત કરે છે કે રાજ્ય આર્થિક રીતે સધ્ધર બની રહ્યું છે. વધતી માથાદીઠ આવક અને મજબૂત જીડીપી દર સાથે ગુજરાત ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યું છે.


આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27: 3.15 લાખ નવા આવાસ, ગરીબોને મફત અનાજ યથાવત રહેેશે

આ પણ વાંચો : ગુજરાત રાજ્ય બજેટ 2026-27 : સુશાસન, સુરક્ષા અને વિકાસ માટેની વ્યાપક જોગવાઈઓ

આ પણ વાંચો : ગુજરાત બજેટ 2026-27નું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર, સામાન્ય વહીવટી વિભાગ માટે 2910 કરોડની જોગવાઈ