Today Special: સમાજમાં હજુ પણ ઘણા લોકો એવા છે જેઓને તેમની વ્યક્તિત્વના કારણે ભેદભાવ અને પડકારોનો સામનો કરવો પડે છે. આ વિષયક જાગૃતિ માટે વિશ્વભરમાં દર વર્ષે, 31 માર્ચે ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી (International Transgender Day of Visibility) મનાવવામાં આવે છે.
દરેક વ્યક્તિને પોતાની ઓળખ સાથેનું સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે પરંતુ, સમાજમાં હજુ પણ ઘણા લોકો એવા છે જેઓને તેમની વ્યક્તિત્વના કારણે ભેદભાવ અને પડકારો (Discrimination and Challenges)નો સામનો કરવો પડે છે. આ જ મુદ્દા અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વભરમાં દર વર્ષે 31 માર્ચે ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી મનાવવામાં આવે છે. આ દિવસનો હેતુ છે, ટ્રાન્સજેન્ડર સમુદાયના યોગદાનને માન્યતા આપવી અને તેમના અધિકારો અંગે જાગૃતિ વધારવાનો!

ટ્રાન્સજેન્ડરના સામાજીક સંઘર્ષો અને ઉદ્દેશ્ય
એક યુવાન પોતાની ઓળખ સ્વીકારીને જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ સમાજની માન્યતાઓ અને ભેદભાવને કારણે તેના માટે આ માર્ગ સરળ નથી. ટ્રાન્સજેન્ડર સમુદાય (Transgender Community)ના ઘણા લોકો શિક્ષણ, રોજગાર અને સમાજમાં સમાન તક મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ લોકોના જીવન અને સંઘર્ષને ઓળખ આપવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ‘ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’…

ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી (International Transgender Day of Visibility) દિવસનો મુખ્ય હેતુ
1. ટ્રાન્સજેન્ડર સમુદાય વિશે જાગૃતિ વધારવી
2. તેમની સિદ્ધિઓને માન્યતા આપવી
3. સમાજમાં સમાનતા અને સ્વીકાર વધારવો.
આ દિવસ સમાજને સંદેશ આપે છે કે, દરેક વ્યક્તિને માન અને સન્માન મળવું જોઈએ.

ભારતની શું સ્થિતિ છે?
ભારતમાં પણ ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારો અંગે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. વર્ષ 2014માં ભારતના સુપ્રીમ કોર્ટે ટ્રાન્સજેન્ડર લોકોને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપી. આ નિર્ણયથી આ સમુદાયને બંધારણીય અધિકારો અને સામાજિક માન્યતા મળવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું. ત્યારબાદ, ટ્રાન્સજેન્ડર લોકોના અધિકારોના રક્ષણ માટે કાયદાઓ (Laws) પણ બનાવવામાં આવ્યા છે.
તેમ છતાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે હજુ પણ ઘણા પડકારો છે. જેમ કે,
1. શિક્ષણમાં અવરોધ
2. રોજગારમાં મુશ્કેલીઓ
3. સામાજિક સ્વીકારનો અભાવ

ટ્રાન્સજેન્ડર લોકો વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે
પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા ટ્રાન્સજેન્ડર લોકો વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી રહ્યા છે. તેઓ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
સમાજમાં સમાનતા, સંવેદના અને માનવ અધિકારો (Equality and Human rights) પ્રત્યેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે. ‘ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’ આપણે યાદ અપાવે છે કે દરેક વ્યક્તિને પોતાની ઓળખનું ગૌરવ જાળવીને એ સાથે સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. સમાજમાં સ્વીકાર અને સંવેદનશીલતા વધારવી આ દિવસનો મુખ્ય સંદેશ છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, સમાજના વિકાસ માટે સમાનતા અને માનવતા અત્યંત જરૂરી છે. ‘ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’ નો ખાસ દિવસ આપણને યાદ અપાવે છે કે, દરેક વ્યક્તિની ઓળખ સન્માન અને સ્વીકૃતિને લાયક છે અને એ તેનો અધિકાર પણ છે.
