Rajkot News/ રાજકોટમાં નકલી પનીરનો કાળો કારોબાર

વનસ્પતિ તેલમાંથી બનેલું નકલી પનીર (Fake Cheese)ખૂબ સસ્તુ પડે છે

Gujarat Rajkot
રાજકોટમાં નકલી પનીર(Fake Cheese)નો કાળો કારોબાર સામે આવ્યો છે

Rajkot News : રાજકોટમાં નકલી પનીર(Fake Cheese)નો કાળો કારોબાર સામે આવ્યો છે, જેના કારણે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે. બજારમાં મળતું દરેક પનીર શુદ્ધ હોય એવું જરૂરી નથી. અસલી પનીર દૂધમાંથી બનેલું હોય છે, જે થોડી પીળાશ ધરાવતું અને નરમ હોય છે. જ્યારે નકલી પનીર વનસ્પતિ તેલમાંથી બનાવવામાં આવે છે, જે દેખાવમાં વધારે સફેદ અને કઠણ હોય છે.

માહિતી મુજબ, દૂધમાંથી બનતા અસલી પનીરના ભાવ સામાન્ય રીતે રૂ. 500 થી 600 પ્રતિ કિલો હોય છે, કારણ કે 40 લીટર દૂધમાંથી માત્ર અંદાજે 5 કિલો પનીર જ બને છે. બીજી તરફ, વનસ્પતિ તેલમાંથી બનેલું નકલી પનીર (Fake Cheese)ખૂબ સસ્તુ પડે છે, જેનો ભાવ રૂ. 200 થી 300 પ્રતિ કિલો હોય છે.

નફો વધારવા માટે કેટલાક હોટલ અને વેપારીઓ આવા નકલી પનીરનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. ગ્રાહકોએ સાવચેત રહેવાની જરૂર છે અને પનીર ખરીદતી વખતે તેની ગુણવત્તા ઓળખવી ખૂબ જ જરૂરી છે.


આ પણ વાંચો : નકલી પનીરનો મોટો પર્દાફાશ! અમદાવાદમાં ‘શક્તિ સેન્ડવિચ’ અને ‘હાઉસ ઓફ મોમોસ’ સહિત 17 રેસ્ટોરન્ટને દંડ

આ પણ વાંચો : અમદાવાદમાં ફરી એકવાર AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું

આ પણ વાંચો : ઉધના-પુણામાં નકલી પનીર અને ભેળસેળવાળા માવાનો મોટો જથ્થો જપ્ત