Gujarat Local Body Election 2026/ ઉમરગામમાં ‘આપ’ ને મોટો ઝટકો: મનીષભાઈ હળપતિ કેસરીયા રંગે રંગાયા!

દક્ષિણ ગુજરાતને આમ આદમી પાર્ટી તેનો ગઢ બનાવવા પ્રયત્નશીલ છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે હજારો કાર્યકરો ભાજપમાં જોડાતા પક્ષને મોટો ફટકો પડ્યો છે.

Top Stories Gujarat Others Breaking News

Umagram News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે આયારામ-ગયારામનું રાજકારણ વેગ પકડી રહ્યું છે. આવા જ વધુ એક બનાવમાં  ​ઉમરગામ તાલુકામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે.

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ સાંસદ, લોકસભાના દંડક ધવલભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર ની વિશેષ ઉપસ્થિતિમાં ‘આપ’ ના તાલુકા પ્રમુખ અને ચૈતર વસાવાના નજીકના ગણાતા શ્રી મનીષભાઈ હળપતિ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે.

​મનીષભાઈની સાથે તેમના 1500 જેટલા સમર્થકોએ પણ ભાજપનો ખેસ ધારણ કરી વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બદલાવથી આગામી સમયમાં ઉમરગામ અને વલસાડ પંથકમાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે.


આ પણ વાંચો: ‘વોટ માંગવા આવ્યા તો ઘૂસવા નહીં દઈએ!’ વડોદરાના વોર્ડ-6 માં રહીશોનો રોષ

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: વડોદરામાં કરૂણ ઘટના, પુત્રવધુને કોંગ્રેસ ટિકિટ મળતાં સસરાનું હાર્ટ એટેકથી નિધન